સ્ત્રીઓ માટે ઘરની ચાર દિવાલથી બહાર નિકળીને આત્મનિર્ભરતાના આકાશમાં ઉડવું હંમેશાં પડકારજનક હોય છે, ત્યારે પોતાના ક્ષેત્રમાં અવ્વલ, અન્ય હજારો-લાખો મહિલાઓ માટે ઉદાહરણ અને પ્રેરણા બનનાર તેમજ નવો જ ચીલો ચિતરનાર સ્ત્રીઓ માટે બ્રેઈન વીથ બ્યુટી ટાઈટલ ઘણી વખત આપવામાં આવે છે. પરંતુ આજે ‘ધ ફુટેજ’ના કવર પેજ પર ચમકનારા સ્ટાર બ્રેઈન અને બ્યુટી સાથે સાથે ફેશન બ્રાન્ડનું હુનર પણ ધરાવે છે. દિશા વડગામાંએ વર્ષો પહેલા સોઈ-દોરા સાથે પોતાના ઘરેથી એક નાનકડી શરૂઆત કરી હતી. જે આજે વિશ્વફલક ઉપર અનેક સિતારાનો રેડ કાર્પેટ ઉપર આત્મવિશ્વાસ વધારે છે. દિશાએ ખૂબ ઓછા સમયમાં અનેક મુશ્કેલીઓ સાથે ફેશન ડિઝાઈનર તરીકેની ખ્યાતિ અને લોકચાહના મેળવી છે.
ગુજરાતમાં આજે બ્રાંડ બની ચુકેલા ડિવી ફેશન સ્ટૂડિયોના સ્થાપક અને ફેશન ડિઝાઇનર દિશા એક મહત્વકાંક્ષી મહિલા છે પરંતુ અત્યંત મહત્વકાંક્ષી નથી. પોતાના કામ સાથે પરિવારને પણ જરૂરી સમય ફાળવે છે અને હંમેશા નાના ગોલ બનાવીને તેને અચિવ કરે છે. ઘર, પરિવાર અને પોતાનું પ્રોફેશનલ કરિયર તમામ ક્ષેત્રમાં દિશા સ્મોલ સ્મોલ પ્લાન બનાવે છે. એ મેળવવા માટે તેઓ સખત મહેનત કરે છે અને સફળ થાય છે. અત્યારે ફેશન ઈંડસ્ટ્રીમાં દિશા વડગામાની એક ચોક્ક્સ ઓળખ છે. કોન્સેપ્ટ બેઈઝ કામ કરવાની રીત તેમની સિગ્નેચર સ્ટાઈલ ગણાય છે, અને દિશા આ સિગ્નેચર સ્ટાઈલથી જ હંમેશા કામ કરવા ઈચ્છે છે. વિવિધ ક્ષેત્રના સ્ટાર્સ માટે તો દાયકાથી દિશા અવનવા ક્લોથ ડિઝાઈન કરે જ છે પરંતુ છેલ્લા એક વર્ષથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિઝાઈનર તરીકે લોકચાહના મેળવી રહ્યાં છે. દિશાનું સપનું બોલીવુડમાં પણ પોતાનો જાદૂ ચલાવવાનો છે.
સામાન્ય રીતે સિઝન, સ્થળ અને પ્રસંગ અનુસાર દિશા ક્લોથ ડિઝાઈન કરે છે તેમજ વિવિધ ફેબ્રિકથી અવનવા પરિધાન બનાવે છે તો તેઓ પોતાના દેશની ઓળખ એવી ખાદીને પણ વિશેષ મહત્વ આપે છે. ગુલપોસ, પારા, બ્રિસ્ટીક અને સફાફ જેવા વિવિધ લેબલ આપીને જુદા જુદા કોંસેપ્ટથી દિશા તેનુ કામ કરે છે. તાજેતરમાં જ સફાફ લેબલ હેઠળ ખાદીમાંથી યંગસ્ટર્સને પસંદ પડે તેવા આઊટફિટ ડિઝાઈન કર્યા છે અને આ ડિઝાઈન એટલી આકર્ષક છે કે દિશા વડગામાંને આંતરાષ્ટ્રિય ઓળખ પ્રાપ્ત થઈ શકે છે. જો કે અગાઉ દિશા વડગામાં ખાદીને આંતરાષ્ટ્રિય સ્તરે રીપ્રેઝંટ કરી ચુક્યાં છે. મીસ ઈન્ડીયા ઈંટર કોન્ટીનેટલ બ્યુટી પેજન્ટમાં દિશાએ ડિઝાઈન કરેલા ગાર્મેંટંસને સ્થાન મળ્યું છે. દિશા વડગામા ફેમિના મોસ્ટ પાવરફુલ 2021 રહી ચુક્યા છે. વિવિધ ગાવર્મેંટ શો પણ કરી ચુક્યા છે. સિરિયલ્સના સ્ટાર સાથે અનેક કોંસેપ્ટ શુટ કર્યા છે ઉપરાંત અનેક વખત જ્યુરી તરીકે દિશા રહી ચુક્યા છે અને અનેક ઈંટર્નને ઈંટર્નશીપ દ્વારા ફેશનના પાઠ ભણાવી રહ્યાં છે. દિશા ઈંટર્નને પોતાનું માઈન્ડ ઓપનઅપ કરતા શીખવે છે અને પોતાની નવી ડિઝાઈન બનાવવાની પ્રેરણા પુરી પાડે છે.
ફેશન ઈન્ડસ્ટ્રીમાં દિશાની જર્ની ઉતાર ચઢાવ વાળી જરૂર રહી છે પરંતુ વર્તમાન સમયમાં દિશાનાં તમામ સ્વપ્ન સાકાર થઈ રહ્યાં છે. તેનું કારણ દિશાને વારસામાં મળેલી ક્રિએટીવિટી છે. દિશાને તેના મમ્મી પાસેથી નાનપણથી જ અવનવું ક્રિએશન કરવાની શીખ મળી છે. જ્યારે દિશા તેના સ્કુલ ટાઈમમાં ગરબા રમવા જતા કે અન્ય ફંકશનમાં પાર્ટીસિપેટ કરતાં ત્યારે દિશાના મમ્મી તેના માટે આઊટફિટ માર્કેટમાંથી રેડિમેડ લાવવાની બદલે તેના ફેબ્રિક લાવીને તેની ડિઝાઈન બનાવીને ટેઈલર પાસે સ્ટીચ કરાવતા. આમ નાનપણથી દિશામાં ક્રિએટીવિટી રોપવામાં આવી હતી. દિશાને વકિલ તરીકે તેનું કરિયર બનાવવું હતું પરંતુ મન અને મગજ ઉપર ક્યાંકને ક્યાંક નાનપણથી રોપાયેલા ડિઝાઈનિંગના બીજને ખીલવું હતું. લોમાં એડમિશન તો લીધું પરંતુ એક જ સેમેસ્ટરમાં એ છોડીને પોતાનો ફેશન ડિઝાઈનિંગનો બિઝનેશ શરૂ કર્યો.
ફેશન વિશે દિશા ખૂબ જ સ્પષ્ટ મત ધરાવે છે. દિશાનું માનવું છે કે ફેશન એટલે, ‘ફેશન હંમેશા એક્સપિરીમેન્ટલ છે. વ્યક્તિ પોતાને કેવી રીતે કેરી કરે છે અને કેવી રીતે પ્રેઝન્ટ કરે છે તે જ ફેશન છે. જે આઉટફિટ તમારો કોંફિડન્સ વધારે તે જ ફેશન છે.’ ફેશન સતત બદલાય છે. થોડા બદલાવ સાથે 20 વર્ષ પહેલાની ફેશન રીપીટ થવાની છે. વર્તમાન સમયમાં ઈંડોવેસ્ટર્ન વધુ ચાલે છે પરંતુ અમે ભારતીય પરમ્પરાને થોડા ચેન્જ સાથે અત્યારે ડિઝાઈન કરીએ છે. લોકો હવે પોતાને ક્યારે શું પહેરવું તેની કાળજી લેતા થયા છે. ગુજરાતી ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં પણ છેલ્લા થોડાવર્ષોમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. હવે ગુજરાતી ફેશન ઈન્ડસ્ટ્રી નાઈસલી ગ્રોઅપ કરતી દેખાય છે. તો સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પણ ફેશનને સ્પેસ મળતી થઈ છે. પહેલાના સમયમાં ઓછા બજેટના કારણે માત્ર વાર્તા ઉપરથી ફિલ્મો ચાલી જતી હતી. પરંતુ હવે એડ, ફિલ્મ કે દરેક બાબતમાં ડિઝાઈનર આઉટફિટને પ્રાયોરીટી આપવામાં આવે છે. મુવીમાં સ્ટોરી સાથે ફેશન ટ્રેંડ પણ જોવાય છે. આવનારા સમયમાં લોકો વધુને વધુ ફેશન માટે અવેર થાય એવી જ આશા વ્યક્ત કરે છે.