લાંબા કાળા અને સિલ્કી હેરને સ્ત્રીનું સૌદર્ય આજેય ગણવામાં આવે છે. વર્તમાન યુગમાં તો પુરુષો પણ વિવિધ પ્રકારની હેરસ્ટાઈલ કરીને સ્ત્રીઓને આકર્ષવા મથામણ કરે છે. વર્ષો પહેલા સ્ત્રીઓ વાળ કાપે નહીં અને પુરૂષો ગામના વાળંદ પાસે એક જ પ્રકારની હેરસ્ટાઈલ કરાવતા. ધીમે ધીમે સમય બદલાયો અને મેટ્રો શહેરથી માંડી ગામડા સુધી નાના મોટા બ્યુટીપાર્લરોની શરૂઆત થઈ, પરંતુ આ એ સમય નહોતો કે લોકો બ્યુટીસલુનને એક સુવિધા સાથે ઈમેજીન કરે. જો કે ક્યારેય ના થયેલું, ક્યારેક તો થાય જ છે. એ જ રીતે અમદાવદના એક જૈન પરિવારમાંથી અને એમબીએ થયેલા લૌકિક શાહે હેરકેર ક્ષેત્રમાં બિઝનેસ જોયો. લૌકિકે હેર કેર ક્ષેત્રમાં સામાન્યથી શરૂ કરીને ગુજરાતને હેર કેરમાં એક વિશ્વસનિય બ્રાંડ કોને કહેવાય એ પરીચય કરાવ્યો છે ત્યારે તેમનું કામ, તેમની સફળતા માટે કરેલો સંઘર્ષ અને તેમના સપના વિશે લૌકિકના શબ્દો અનેકની પ્રેરણા બની શકે છે.
‘ધ ફુટેજ’ સાથે લૌકિક શાહે ખૂલીને વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘મારો જન્મ બરોડા થયો હતો પરંતુ પેરેન્ટસ અમદાવાદ શિફ્ટ થયા અને મારું સ્ટડી અમદાવાદમાં જ થયું છે. મે કોમર્સમાં ગ્રેજ્યુએશન કરીને સેલ્સ એન્ડ માર્કટીંગમાં એમબીએ કર્યું. કારણ કે હું પહેલાથી ક્લિયર હતો કે મારે સેલ્સ એન્ડ માર્કેટીંગમાં જ આગળ વધવું છે. આ ગોલ સાથે અમદાવાદમાં જ મે કેડબરી કંપનીમાં જોબ શરૂ કરી, એક દોઢ વર્ષ મે જુદી જુદી એફએમસીજી કંપનીમાં કામ કર્યું, પરંતુ ત્યાં મને જોબસેટીસ્ફેકશન મળ્યું નહીં. મારે કશું ક્રિએટીવ કરવું હતું. એ સમયે લોરિયલમાં સેલ્સ પર્સનની જોબ ઓફર થઈ. જે મારો ટર્નિગ પોઈન્ટ સાબિત થયો. કારણ કે મે પહેલી વખત સલોન ઈન્ડસ્ટ્રીને જોઈ, જાણી અને સમજી. ગુજરાત, ઈન્ડિયા અને વિશ્વના અન્ય દેશોની સલોન ઈન્ડસ્ટ્રી વિશે જાણ્યુ. ગુજરાત અને વિશ્વના હેરકેર ક્ષેત્રમાં રહેલા તફાવતનો ખ્યાલ આવ્યો અને સમજાયુ કે આ ક્ષેત્રમાં ગુજરાતમાં ખૂબ જ તકો છે. મારો હેરડ્રેસિંગ માટેનો ઇંટ્રેસ્ટ ડેવલવ થયો. એક વર્ષ જેવું મે સેલ્સ પર્સન તરીકે કામ કર્યુ અને સમજાયું કે હું આર્ટીસ્ટ તરીકે વધુ સારું કામ કરી શકીશ. એ સમયે બોમ્બેથી એક આર્ટીસ્ટ ગુજરાતમાં ટ્રેનિંગ આપવા માટે અને તેમના શો હું ઓર્ગેનાઈઝ કરતો. એ ટ્રેનિગમાં હું હાજર રહેતો અને તેની એક્ઝામ આપતો. મારા માર્ક અન્ય કરતા હંમેશા વધારે આવે. અનેક ટ્રેનરોએ મને કહ્યું કે તું હેરડ્રેસર તરીકે સારું કામ કરી શકીશ પરંતુ જૈન ફેમિલીના કારણે હેરડ્રેસર બનવું મારા માટે મોટો પડકાર હતો,પરંતુ સફળ થવા અને કશું નવું કરવાના ઝનુન સાથે મે મારી શરૂઆત કરી.
લૌકિકે વધુ વાત કરતા જણાવ્યુ હતું કે, ‘હેરડ્રેસિંગ ફિલ્ડ મારા માટે એક મોટી ચેલેન્જ હતી. જો કે હું ક્યારેય ચેલેન્જને ચેલેન્જની જેમ લેતો નથી, એ મારા માટે મારી જાતને સાબિત કરવાની તક હોય છે. હેરડ્રેસિંગ ફિલ્ડમાં દરેક કંઝ્યુમર એક ચેલેન્જ હોય છે અને તુરંત ફિડબેક મળે છે. જે તમને તમારું પર્ફોમંન્સ બેસ્ટ કરવાની પ્રેરણા પુરી પાડે છે. 2006માં હું બોમ્બે જતો રહ્યો. એ સમયે ગુજરાત અને બોમ્બેમાં ફેશન અને ખાસ કરીને હેરડ્રેસિંગને લઈને ખૂબ મોટું અંતર હતું. ત્યારે મે હેરડ્રેસિંગના ગુજરાતમાં શો કર્યા. જેમા મને ખ્યાલ આવ્યો કે ગુજરાતીઓ આ ક્ષેત્રે નવું શીખવા માટે ખૂબ જ ઓપનમાઈન્ડેડ છે. જે મારા માટે વધુ એક પુશ સાબિત થયું અને મે વિચાર્યું વાય ડોન્ટ આઈ બિકમ અ ટ્રેઈનર? મે બોમ્બેમાં ટ્રેનિગ લેવાની શરૂ કરી અને લોરિયલમાં જ કામ કરવાનું નક્કી કર્યું. લોરિયલના સિમિમેમ સાથે વાત કરીને પહેલી વખત બ્રાન્ડની ઓફિસ જોઈ. જ્યાં મને હું કશુ ખાસ કરી શકીશ એવો કોંફિડન્સ આવ્યો. બોમ્બેમાં જ લોરિયલના ટેકનિકલ એડવાઈઝર તરીકે પોસ્ટિંગ લીધુ અને ખૂબ હાર્ડવર્ક કર્યુ. થોડા જ સમયમાં એક પ્રમોશન લઈને ગુજરાતમાં હું બ્રાંન્ડને ડેવલપ કરવા માટે આવ્યો. હું ગુજરાતમાં સિનિયર એડવાઈઝર તરીકે આવ્યો ત્યારે ગુજરાતનું સલોન માર્કેટ 30 થી 35 લાખ રૂપિયાનું હતું જે આજે એ માર્કેટ 80 કરોડ રૂપિયાનું છે. જે આવતા 2 થી 3 વર્ષમાં 150 કરોડ રૂપિયાનું કરવાનો અમારો ટાર્ગેટ છે.’
ગુજરાતી અને જૈન પરિવારના એમબીએ થયેલ છોકરાના જિન્સમાં બિઝનેસ હોય એમ કહેવું અતિશિયોક્તિ ભર્યુ નથી ત્યારે એક બ્રાંન્ડને પોતાનો બિઝનેસ કેવી રીતે બનાવવો એ જર્ની વિશે વાત કરતા લૌકિકે જણાવ્યું હતું કે, ‘મારું કામ હેર ડ્રેસરને ટ્રેઈન કરવાનું હતું અને મારી ટ્રેનિંગ બાદ તેના પર્ફોમન્સમાં ખૂબ મોટો ફેર જોવા મળતો. ટ્રૈઈનીમાં એક કોન્ફિડન્સ આવી જતો. જેના કારણે અમારો લોરિયલનો બિઝનેસ પણ વધતો ગયો અને આજે 70 ટકા જેટલો લોરિયલનો શેર તમને જોવા મળશે. હું ગુજરાત આવ્યો ત્યારે અમારા સલોન ખૂબ ઓછા હતા ત્યાર પછી અમે દરેક સલોનને સપોર્ટ કર્યો. મે અનેક દેશોમાં ફરીને સલોન કેવા લક્ઝરી હોય શકે એ જોયું અને એ જ ગુજરાતમાં લાવવાની કોશિશ કરી. આજે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં અનેક લક્ઝરી પ્રોફેશનલ સલોન કે બ્યુટીપાર્લર અવેલેબલ છે. અમે જે લોકો પરપંરાગત આ વ્યવસાયમાં જોડાયેલા હતા તેમને ટ્રેનિંગ આપી. લોરિયલ દ્વારા અમે હેરસ્પા, હેરકલરિંગ અને સ્ટ્રેટનિંગ લોંચ કર્યા. નાના મોટા પાર્લર સાથે ટાઈઅપ કરીને આ ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ કરવાનું નક્કી કર્યું. હું 3000 સલોન ગુજરાત અને રાજસ્થાનમાં હેન્ડલ કરું છું. હું દરેક ટ્રેઈનીને એક પ્રોફેશનલ હેરડ્રેસર કેવી રીતે બિઝનેસ કરે, તેનું કસ્ટમર સાથેનું વર્તન અને સ્ટાઈલ બધી જ બાબતો શીખવું છું. અત્યારે હું ફોરેન કંટ્રીમાંથી બેસ્ટ હેરઆર્ટીસ્ટને ગુજરાતમાં ટ્રેનિંગ આપવા માટે બોલાવું છું પરંતુ મારું ડ્રિમ છે કે હું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરું અને વિદેશોમાં હેરડ્રેસિંગની ટ્રેનિંગ આપવા જાઉ. આ ક્ષેત્રના અન્ય લોકો વિદેશોમાં હેરકેરની ટ્રેનિંગ લેવાની બદલે આપતા થાય એ જ મારો ગોલ છે. અત્યારે મુંબઈ,ગુજરાતા અને રાજસ્થાન સહિત દેશભરમાં હેર કલરિંગમાં કોઈ ક્વેરી હોય તો મારી પાસે આવે છે. એમ મારે વિશ્વમાં ગુજરાતની એક છાપ ઉપસાવવી છે. લૌકિકે પોતાની સફર વિશે વાત કરવાની સાથે ‘ધ ફુટેજ’ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ઘ ફુટેજ નવા આર્ટિસ્ટને એક ઓળખ આપવાનું કામ કરે છે. જે લોકો અમને નથી ઓળખતા તેમને અમારો પરિચય કરાવવાનું એક ઉત્તમ માધ્યમ છે અને આ કાર્ય સતત કરતા રહીએ એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.