૧૪ વર્ષથી સતત ગુજરાતી સિનેમા સાથે કામ કરતા તુષાર સાધુ હમણા તેમની ફિલ્મ વર પધરાવો સાવધાનની સફળતાથી ઘણા ખુશ છે. ધ ફૂટેજ’ સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, મે ‘કેમ છો’ ફિલ્મ કરી ત્યારે જ વર પધરાવો સાવધાન ફિલ્મ માટેની વાત થઇ હતી. બંને ફિલ્મમાં વાર્તા પણ અલગ અને પાત્ર પણ અલગ હતા ત્યારે બંને ફિલ્મો વચ્ચે માત્ર ૫૫ દિવસનો સમય હતો અને ત્યારે મેં ૧૪ કિલો વજન ઘટાડ્યું હતું. આવો સંઘર્ષ અને પડકારજનક રોલ મને પસંદ છે. તેઓ કહે છે ગુજરાતી દર્શકો હીરો જોઇ ને થીએટર સુધી નથી આવતા પરંતુ ફિલ્મની સ્ટોરી અને કન્ટેન્ટ જોઈને ફિલ્મ જોવા આવે છે. ગુજરાતી ફિલ્મોનો ગ્રાફ બદલાય રહ્યો છે, દર્શકો ફિલ્મોને આવકારી અને પસંદ કરી રહ્યા છે જે  ખુબ આનંદની વાત છે.

ડ્રામાથી કરિયરની શરૂઆત કરનાર, આસી.ડિરેક્ટર તરીકે કામ કરનાર અને ધીમે ધીમે મોટા પડદા ઉપર કમાલ કરનાર તુષારે વધુ વાત કરતાં કહ્યું હતું કે, ‘૧૪ વર્ષ પહેલાં મારા કરિયરની શરૂઆત થઇ હતી. આ દરમિયાન મેં ‘રતનપર’, ‘કેમ છો?’, ‘તું તો ગયો’, ‘રોમીઓ અને રાધિકા’, ડેશ બૂક જેવી ફિલ્મો કરી છે. આ ઉપરાંત મુંબઈ જઈ ને અનેક સીરીયલમાં પણ કામ કર્યું છે અને હાલ ગુજરાતી સિનેમામાં જ આગળ વધવું છે. હવે ગુજરાતી સિનેમા ખૂબ વિકસી રહ્યું છે. ગુજરાતી સિનેમા ઉપર દર્શકો વિશ્વાસ કરવા લાગ્યા અને છે કે ગુજરાતી ફિલ્મો સારી બની રહી છે અને ઓડિયન્સ વધી રહ્યું છે. હવે ગુજરાતી દર્શકો શોધવા જવું નથી પડતું જેથી અમને પ્રોત્સાહન મળે છે અને અમે નવા વિષયો ઉપર કામ કરવા માટે પ્રેરાઈ રહ્યા છીએ.   

તુષારને જયારે ફેમિલી વિષે પૂછવામાં આવ્યું અને જ્યારે ખામી વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે તેઓ કરિયર અને ફેમિલીને બેલેન્સ રાખે છે. સેટ ઉપર હોય ત્યારે ત્યાં જ સો ટકા આપવું અને બાકીનો સમય ઘરે આપે છે. તેમના પત્ની તેમને ખૂબ સપોર્ટ કરે છે. દરેક તરફનું જીવન સરળ રાખવામાં માનતા તુષારને નકારાત્મક બાબત પસંદ નથી. તેમને ના પાડતા આવડતું નથી તે બાબત તુષાર સાધુને તેમની ખામી લાગે છે. વિપુલ શર્મા, દુર્ગેશ તન્ના, શૈલેશ ધામેલીયા, રાગી જાનીને વિશેષ યાદ કરીને ગુજરાતી દર્શકોને ફિલ્મ થિયેટરમાં જોવાની અપીલ કરતા ‘ધ ફૂટેજ’ના ડિજીટલ પ્લેટફોર્મ માટે શુભેચ્છા આપતા તુષાર સાધુએ કહ્યું હતું કે,  ‘ધ ફૂટેજ એ સામાન્યથી અલગ પ્રશ્નો પૂછ્યા છે જે મને ગમ્યું છે, મને આપના પ્લેટફોર્મ ઉપર સ્થાન આપવા માટે તમારો ખાસ આભાર અને હવે હું ધ ફૂટેજનો રેગ્યુલર વાચક બનવા જઈ રહ્યો છું.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *