કેયા વાઝા પોતાના પરિચયમાં જણાવે છે કે, મારા મમ્મી પ્રિન્સિપાલ પદેથી અને પિતા આર્મીમાંથી રિટાયર્ડ થયાં છે અને નાનો ભાઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. માધ્યમિક શિક્ષણ ભિલોડામાં લઇને આગળ બીએસસી સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં પૂર્ણ કર્યો છે.
મોડેલિંગમાં આવવાનું કારણ એ હતું કે, મને બાળપણથી આ ફિલ્ડમાં કામ કરવાનો શોખ હતો. અમદાવાદ આવ્યા પછી આ ફિલ્ડ અંગે વધારે માહિતી જાણ્યાં પછી મારી ઇચ્છા પ્રબળ બની. એ સમયે ઇંસ્ટાગ્રામનાં એકાઉન્ટ થકી એક ડોમેસ્ટિક પ્રોડક્ટ બનાવતી કંપનીની મને એડ મળી. એ પછી એક પછી એક આ ફિલ્ડમાં નવા નવા કામ મળતાં રહ્યાં. ત્યારબાદ મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો જેમાં મને ” બેસ્ટ વોક” અને “બેસ્ટ કોન્ફિડેન્સ” નો એવોર્ડ મળ્યો. ત્યારબાદ 18 નવેમ્બરે ઇન્ડોનેશિયામાં યોજાયેલ “ઇન્ટરનેશનલ મિસ ઈન્ડિયા” કોન્ટેસ્ટમાં ભાગ લીધો. જેમાં 26 યુવતીઓ વચ્ચે હરીફાઇ હતી. જેમાં મને ફસ્ટ રનર્સ અપનો ખિતાબ મળ્યો. હવે ભવિષ્યમાં મિસ વર્લ્ડમાં ભાગ લઇને અરવવ્લી જીલ્લા અને ગુજરાતનું નામ રોશન કરવાનું મારૂં સપનું છે.
ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મોડેલિંગમાં ફ્યુચર વિશે પૂછતાં જણાવે છે કે, આપણાં ત્યાંના લોકો આ વિશે હજુ પણ ઓર્થોડોકસ મેન્ટાલીટી ધરાવે છે. લોકો શું કહેશે એ ડરના કારણે છોકરીઓમાં ટેલેન્ટ હોવાં છતાં પણ ટેલેન્ટ બહાર આવી શકતું નથી. ફ્યુચર પ્લાન વિશે પૂછતાં જણાવે છે કે, ફિલ્મોની ઓફર આવી રહી છે. પરંતું હાલ મારૂં ફોકસ મિસ વર્લ્ડ કોન્ટેસ્ટ ઉપર છે. એ સિવાય પ્રિયા ઘોસાલ અને ઉદિત નારાયણ સાથે પ્રોજેક્ટ કરી રહી છું. જેનું ટૂંક સમયમાં શૂટિંગ થવાનું છે. જે એક વિડીયો સોંગ છે.
“ધ ફૂટેજ” વિશે પૂછતાં જણાવે છે કે, મારા ઘણા ઇન્ટરવ્યુ થયા છે પરતું કોઈ કવર પેજ પર ફોટો આવશે એ પહેલો અનુભવ હશે. તો હું આપના આગામી અંકની આતુરતાપૂર્વક રાહ જોઇ રહી છું.