છેલ્લા 18 વર્ષથી ગુજરાતી સિનેમાની ઓળખ અને એક જાણીતો ચહેરો બની ગયેલા કોમલ ઠક્કરે ‘ધ ફૂટેજ’ સાથે તેના કરીયર અને પોતાની અંગત બાબતો શેર કરી હતી. કોમલે જણાવ્યુ હતું કે, મે પહેલી ફિલ્મ દેવાનંદ સાથે કરેલી. 2007માં મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ કરેલી જો કે એ ફિલ્મ કોઈ કારણોસર એ ફિલ્મ ચાલી નહીં. એટલે એ ફિલ્મ મારી પહેલી ફિલ્મ હતી એવું હું કહેતી નથી. પરંતુ આ ફિલ્મમાં થયેલો એ 20 દિવસનો અનુભવ ઘણો મહત્વનો હતો અને તે મારી ફિલ્મ લાઈનની શરૂઆત હતી. ત્યારપછી જય અંબે જગદંબે, હાલો માનવીયુના મેળેમાં મે હિતેન કુમારની સિસ્ટરનો રોલ કરેલો. આવા નાના મોટા રોલ પછી ફિલ્મ ‘મહિસાગરના સોગંધ’માં લીડ એક્ટ્રેસ તરીકે મારી ફિલ્મી કરીયરની શરૂઆત થઈ જે હજી સુધી ચાલુ છે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પુછતા કોમલનું કહેવું હતું કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હજી એક ઉંચાઈએ પહોચવાનું છે. અહીં સંઘર્ષ જરૂર છે પરંતુ સફળતા છે. હું હંમેશા ઈન્ડસ્ટ્રી સાથે જ રહી છું અને રહીશ. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સમયે જોડીઓ ચાલતી ત્યારે મને પણ કહેવામાં આવ્યું હતું કે તમે જોડી બનાવો પરંતુ મે જોડી બનાવવાની ના કહી અને કહ્યું કે, “કોમલ ઠક્કર એકલી જ ચાલશે અને સફળ પણ થશે.” આજે હું સફળ છું. આ પડદાની દુનિયામાં હું ભાગ્યશાળી પણ છું અને મારું હાર્ડવર્ક પણ એટલું જ છે જેથી મને સતત કામ મળતું રહ્યું છે. મે અત્યાર સુધીમાં 17 ગુજરાતી ફિલ્મો કરી છે, હિન્દીમાં એક ફિલ્મ, એક શોર્ટ ફિલ્મ અને હાલમાં વેબસિરિઝ કરી રહી છું, મે સાઉથ, પંજાબી અને રાજસ્થાની ફિલ્મમાં પણ કામ કર્યું છે. જો કે સૌથી વધારે મને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી શિખવા મળ્યું છે. કારણ કે, અન્ય પ્રાદેશિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ શોટ આપ્યા પછી માત્ર વખાણ કરવામાં આવે છે જ્યારે હિન્દીમાં તમારા કો-આર્ટીસ્ટ તમારી સાથે શોટને વધુ સારો કેવી રીતે કરી શકાય તેની ચર્ચા કરે છે. આ એક ખૂબ મોટી અને અઘરી આર્ટ છે તેમા નાની નાની બાબતોનું ઘણું મહત્વ છે. તેની ચર્ચાઓ હિન્દી ફિલ્મ અને સિરિયલ ઈન્ડસ્ટ્રીમાં વધારે થાય છે. જે એક એક્ટરને ઘડવાનું કામ કરે છે. ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પ્રમોશન માટે પ્લેટફોર્મનો અભાવ મને સતત લાગ્યો છે. અહી સારી સિરીયલો નથી કે એવા રીયાલિટી શો નથી જેનાંથી ફિલ્મોનું પ્રમોશન કરી શકાય.
કોમલ ઠક્કરને પર્શનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે સવાલો પુછતા કોમલનું કહેવું હતું કે, ‘મારી પ્રોફેશનલ તામજામ વાળી છે. તેમાં ગ્લેમરસ અને પ્રોફેશનલ દેખાવુ જરૂરી છે. હું ક્યાં જઉં છું, શું ખાઉં છું, ક્યા રહું છું, કેવા કપડા પહેરું છું એ બધુ શેર કરતી રહું છું. જ્યારે મારી પર્શનલ લાઈફમાં હું એકલી રહેવાનું અને શાંત વાતાવારણ પસંદ કરું છું. મમ્મીપાપા સાથે સમય પસાર કરવો મને ગમે છે. જ્યાં મારું વ્યક્તિત્વ દેખાડો કરનાર નથી. હું મારામાં રહેતી વ્યક્તિ છું. મને કોઈની વાત જાણવી કે પુછવી નથી ગમતી. મિન્સ મને ગોસિપ પસંદ નથી. લોકો શું કહે છે અને શું કરે છે એ મને જાણવું જરૂરી નથી લાગતું. મને માત્ર કામ કરવું છે અને મારી જાતને ચાહવું છે. ન ગમતી બાબત વિશે વાત કરતા કોમલનું કહેવું હતું કે,જ્યારે કોઈ આર્ટીસ્ટને તેની ઉંમર કે ફિગરથી સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવામાં આવે છે એ મને જરાય નથી ગમતું. એ બાબતે લોકોએ સમજવું જોઈએ. એ સારું ન કહી શકે તો ખરાબ ન જ કહે એટલી મારી વિંનતી છે.
‘ધ ફૂટેજ’ના માધ્યમથી શો સંદેશ આપશો એવું કોમલને પુછવામાં આવ્યું ત્યારે કોમલે જણાવ્યું હતું કે, ‘ધ ફૂટેજ’ના માધ્યમથી હું ખાસ કહેવા ઈચ્છું છું કે, હું મારી ઓળખ બની શકે એવા રોલની રાહમાં છું અને એવા રોલથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા ઈચ્છું છું. છેલ્લા ત્રણ વર્ષથી હું ગુજરાતી ફિલ્મોથી દૂર હતી અને હિન્દી સિનેમામાં હાલ ચાર પાંચ પ્રોજેક્ટ ઉપર પર કામ ચાલું છે. પરંતુ હાલ તેના વિશે કશુ જણાવવું યોગ્ય નથી. મને ઘણા લોકોએ કહ્યું કે, તમે ફિલ્મ પ્રોડ્યુસ કરો પરંતુ હું એમાં માનતી નથી કારણ કે મને પુરતુ કામ મળી રહે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોષણ વિશે સવાલ કરાતા કોમલે કહ્યું હતું કે, ગુજરાતી ગર્લ સિંહણ જેવી છે. ગુજરાતી છોકરીઓ દબાઇ એવી કે ભોળી હોય એવુ મને નથી લાગતું. તે દરેક જ્ગ્યાએ તેનો માર્ગ શોધી લે છે. ‘ધ ફૂટેજ’ને ખૂબ જ એપ્રિશિયેટ કરું છું કે તે અમારી દરેક વાત, અમારા દિલની વાત દર્શકો સુધી પહોંચાડે છે અને આમ જ અમને દર્શકો અને દર્શકોને અમારા સુધી પહોંચાડતા રહે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.