જ્યારે ગુજરાતી સિનેમાના નવા યુગની શરૂઆતની વાત નિકળે એટલે અમુક ચોક્ક્સ નામ આપણા ધ્યાનમા આવે અને એમાનુ જ એક નામ એટલે ક્રિષ્નદેવ યાજ્ઞીક. ગુજરાતી સિનેમાના સફળ ડિરેક્ટર્સમા ક્રિષ્નદેવનુ નામ પહેલી હરોળમા આવે જ. સિનેમા અને ડિરેક્શનનો અનુભવ તેમની ફિલ્મો જોતા ખ્યાલ આવે છે. આજે તેમના અદભુત સફર વિશેની વાત અહીં કરીશું.
ક્રિષ્નદેવ યાજ્ઞીકનો જન્મ અમદવાદમા થયો છે. ધોરણ બાર સુધીનો અભ્યાસ તેમણે દિવાન બલ્લુભાઇ સ્કુલમાંથી લિધો છે. તેમણે એચ. એલ. કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. કદાચ જાહેર જીવનમા ખુબ ઓછા લોકોને ખ્યાલ હશે કે, ક્રિષ્નદેવ ખુબ સારા ગિટારીસ્ટ પણ છે. તેઓ નવરાત્રીમા ગિટાર વગાડતાં અને પોતના શો પણ કરતા, તેઓ પંદર વર્ષ ગીટાર શિખ્યા છે તેમનું અસ્તિત્વ નામે એક બેન્ડ પણ હતું. કોલેજ સુધીનો અભ્યાસ પુરો કર્યા પછી તેઓ મુંબઇ ગિટાર શિખવા ગયા. ૨૦૦૫મા તેઓ અમદાવાદથી મુંબઇ અપડાઉન કરતાં અને ત્યાર બાદ તેઓ મુંબઇ જ સિફ્ટ થઇ ગયા. ત્યાં તેઓએ મ્યુઝીક કમ્પોઝર કે મ્યુઝીક પ્રોગ્રામર તરીકે કામ શોધવાની શરૂઆત કરી. જોગાનુ જોગ તેમની જતિનભાઇ સાથે મુલાકાત થઇ પોતે શું કામ કરે છે અને શું કરી શકે તેમ છે તે બાબતે વાત કરતા તેમને જતિન ભાઇ સાથે કામ કરવાનો મોકો મળ્યો તેમણે જતિનભાઇ સાથે ત્રણ વર્ષ કામ કર્યુ છે. તેમની સાથે કામ કરતા તેમના સ્ટુડીયો પર અનેક ફિલ્મ નિર્માતાઓ આવતા તે જોતા તેમનુ ધ્યાન ફિલ્મ ડિરેક્શન તરફ ગયું. જવાનીમાં આમ પણ આ પણ કરવુ છે ને આ પણ કરવુ છે તેવું વિવરીંગ માઈન્ડ સ્વાભાવીક હોવાનું. આ સમયે ક્રિષ્નદેવ એકવીસ બાવીસ વર્ષના હતા. તેઓ કહે છે કે, મ્યુઝીક ડીરેક્ટર તરીકે કામ કરવા મુંબઇનાં મોટાભાગના પ્રોડક્શન હાઉસમાં હું મારી મ્યુઝીક સિડીઓ લઇને ફર્યો છું.
ત્રણથી ચાર વર્ષનાં સંઘર્ષ પછી તેમણે નક્કી કર્યુ કે મ્યુઝીક તો સાથે રહેશે જ. તે સાથે તેમણે ડીરેક્શન તરફ આગળ વધવાની શરૂઆત કરી. તેમણે પહેલી ફિલ્મ લખવાની શરૂઆત કરી અને તે ફિલ્મ હતી છેલ્લો દિવસ. એક સારા રાઇટર સારા ડિરેકટર બની શકે તે વાત અહીંથી સમજવા જેવી છે અને તે સાથે ડેસ્ટની તમને ક્યાંથી ક્યાં લઇ જાય છે એ પણ સમજવા જેવું તો ખરું જ.
છેલ્લો દિવસ વિશે કહે છે કે, આ ફિલ્મ લખી ત્યારે એક નવા સ્ટ્ર્ગલની શરૂઆર થઇ એવું કહી શકાય. આપ સ્ટોરી કોઇ પાસે લઇને જાઓ ત્યારે તેની સ્ટોરી લાઇન અને સિનોપ્સીસ વિષે વાત થાય જે આ ફિલ્મમા મારિ પાસે હતું નહીં. હુ માત્ર એવું કહેતો કે આ એક વર્ષની કોલેજ લાઇફની વાત છે. તેમના જીવનના દસ વર્ષ તેમની આ સ્ટ્રગલમા પસાર થયા આખરે તેઓ માત્ર ફિલ્મ રાઇટીંગ અને ડીરેક્શન માં જ આગળ વધવાનુ નક્કી કરે છે. પરંતુ એક કરોડ ઉપરના બજેટની ફિલ્મ અને તે પણ એક ન્યુ કમર પર લગાવે કોણ ? મિત્રોના રેફરન્સથી એક યંગ મિત્ર વર્તુળ ભેગું થયું અને આ ફિલ્મનું નિર્માણ શરૂ થયું. ફિલ્મનું પ્રોડક્શન તેમના બચપણના મિત્ર વૈશલ શાહએ સંભાળ્યુ હતું. આ ફિલ્મ સાથે ક્રિષ્નદેવની અનેક યાદગાર વાતો અને સંઘર્ષ જોડાયેલ છે અને કહી શકાય કે ગુજરાતી સિનેમાનાં નવા અધ્યાયમા આ ફિલ્મ કેટલી સફળ રહી તે સૌ કોઇને યાદ છે અને રહેશે.
ક્રિષ્નદેવ યાજ્ઞીક ના જિવનનો આ નવો પડાવ ખુબ અદભુત રહ્યો છે. એક મ્યુઝીક ડિરેક્ટર તરીકે કરીયરની શરૂઆત કરવા ઇચ્છનાર ક્રિષ્નદેવ યાજ્ઞીક ફિલ્મ નિર્માણમા છેલ્લો દિવસ, કરશનદાસ પે એન્ડ યુઝ, શું થયું જેવી સુપરહીટ ફિલ્મો આપી ચુક્યા છે. તેમના અનુભવમાં ખાસ રસપ્રદ વાત એ છે કે, તેઓ ફિલ્મ નિર્માણ અને રાઇટીંગ, સ્ક્રીન પ્લે વગેરે ઇન્ટરનેટના માધ્યમથી શિખ્યા છે. તેઓ કહે છે આ બધુ જ યુ ટ્યુબ પર અવેલેબલ છે. એટલે મારો તો યુ ટ્યુબ જ ગુરુ છે એવું કહી શકાય. મિત્રો અહીં મહત્વની વાત એ પણ છે કે જીવનમા કોઇપણ કામ પ્રત્યેનો લગાવ અને ડેડીકેશન ખુબ મોટો ભાગ ભજવે છે.
ગુજરાતી સિનેમા વિષે ક્રિષ્નદેવ યાજ્ઞીક કહે છે કે, હવે ખુબ પોઝીટીવ દિશા તરફ આગળ વધી રહ્યુ છે. હજુ પાંચ વર્ષ જેવો સમય લાગશે ત્યાં સુધીમા આપણી ઇન્ડસ્ટ્રી એક સારા લેવલ સુધી પહોંચી જશે. એક વાત તેઓ ખાસ કહે છે કે, રિઝનલ સિનેમા માટે આપણી પાસે એક જ સેટેલાઇટ ચેનલ છે. તે પણ ઘણી ઇન્ડસ્ટ્રીને અસર કરનારી વાત છે.
ક્રિષ્નદેવ યાજ્ઞીકની આવનારી ફિલ્મ છે ‘રાડો’, તેઓ કહે છે આ ખુબ મોટા બજેટની ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મના પ્રોડ્યુસર મુન્ના શુકુલ અને જયેશ પટેલ છે અને આ ફિલ્મ પણ ક્રિષ્નદેવ યાજ્ઞીક એ જ લખી છે. તેઓ કહે છે કે, કોઇપણ પ્રોડ્યુસરના પૈસા જો પાછા નહીં આવે તો એ ફરીવાર મારી પાસે નહીં આવે એ વાતનું હું ખાસ ધ્યાન રાખું છું. આ મલ્ટીસ્ટાર ફિલ્મ છે. અહીં ‘રાડો’ નો અર્થ છે એટીટ્યુડ. ફિલ્મમા યશ સોની, હિતેન કુમાર, ભરત ચાવડા, તર્જની ભાડલા, હિતુ કનોડિયા વગેરે કલાકારો જોવા મળશે. ફિલ્મનું શુટીંગ લગભગ પુરૂં થવા પર છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. આપણે આશા કરીએ કે, ગુજરાતી સિનેમામાં ક્રિષ્નદેવ યાજ્ઞીક ઉત્તમ મનોરંજનનું નિર્માણ કરતા રહેશે. ધ ફુટેજ તરફથી તેમના આવનાર આ પ્રોજેક્ટ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.