અભિનય મને હુંફ આપે છે આથી જ હું હંમેશા એક પડકારજનક રોલની શોધમાં રહું છું: માનસ શાહ
આઇ.એ.એસ અધિકારી બનવાના સપના સેવતો વ્યક્તિ અભિનેતા કેવી રીતે બની ગયો અને આજે વર્ષો બાદ તેને એમ જ અનુભવાય છે કે તેઓ એક હજાર ટકા અધિકારી નહીં પરંતુ અભિનેતા બનવા માટે જ સર્જાયો છે, ત્યારે આ સફર વિશે, તેમના પડકારો અને સફળતા વિશે જાણવાનું ચોક્કસ મન થાય. માનસે તેમના બહોળા અનુભવ અને સંઘર્ષની વાતો ધ ફુટેજ સાથે શેર કરી છે.
માનસ શાહે ‘ધ ફૂટેજ’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો જ્ન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. મારા પપ્પા એસબીઆઈમાં જોબ કરતા અને મમ્મી સ્કુલમાં ટીચર હતા બાદમાં તેઓ હાઉસવાઇફ બની અમને તેમનો પૂરો સમય આપ્યો. સ્કુલ અને કોલેજ અમદાવાદમાં જ કરી યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરતો હતો. તે સમયે દુરદર્શનમાં સુહાસિની સિરીયલમાં એક નાનકડો રોલ મળ્યો અને એક્ટિંગ પ્રત્યે આકર્ષણ ઉભુ થયું. કોલેજ સમયમાં હું નાટકો અને ફેશન શો કરતો ત્યારે વેકેશનમાં એક ‘ઇન્ડિયાસ બેસ્ટ સીનેસ્ટાર કી ખોજ’ નામનો રીયાલીટી શો આવ્યો. જેમા મે પાર્ટીસિપેટ કર્યુ અને પાંચ હજાર કંસ્ટેસ્ટંટમાંથી પ્રથમ આવ્યો. ત્યારબાદ મુંબઈ જવાનું થયું અને હું ત્યાં પહેલા રાઉન્ડમાં જ હારી ગયો. એ સમયે ખૂબ મોટો ધક્કો લાગ્યો કે હું અમદાવાદમાં જે શો જિત્યો તો હું મુંબઈમાં પહેલા રાઉન્ડમાં હારી જાઉં એવું તો ના જ બની શકે. ત્યારથી અભિનય ઝનુન બની ગયો અને મહેનત કરવા લાગ્યો. આજે દાયકાથી વધુ સમય થયો છે અને રોજ નવા નવા મુકામ હાંસલ કરી રહ્યો છું. આ દરમિયાન અનેક મુશ્કેલીઓ પણ આવી છે. સૌથી મોટી બાબત એ હોય છે કે એક સફળ પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ નવો પ્રોજેક્ટ શોધવામાં કે મળવામાં ત્રણ, ચાર, પાંચ મહિનામાંનો સમય હોય એ ખૂબ મુશ્કેલી ભર્યો હોય છે. જો કે આવો સમય દરેક કલાકારના જીવનમાં આવતો જ હોય છે. આ સમયે મને એક વખત એવું થયેલું કે આના કરતા ભણી લીધું હોત તો સારું હતું, પરંતુ મારી શાંતિ અને ખુશી અભિનયમાં છે. હું એવું કહું તો પણ તેમા અતિશિયોક્તી નથી કે, એક્ટિંગથી મને મોક્ષ મળ્યા જેટલી શાંતિ મળે છે અને આથી જ કહું છું કે હું અભિનેતા બનવા જ જન્મ્યો છું.
ટેલિવિઝનમાં છવાયેલા માનસે ‘સુહાસિની, હમારી દેવરાની, ગુલાલ, સ્માઇલપ્લિઝ, અમિતાકામે, સ્પાઈબહુ, યમયમી વગેરે જેવી સિરીયલ, વિવિધ પ્રોગ્રામોને હોસ્ટ કર્યા. તેઓ કહે છે કે, ઇંદ્રદેવ તેમજ કૃષ્ણનું પાત્ર ભજવવું એ અનુભવ મારા માટે ખુબ યાદગાર રહેશે. દરેક રોલમાંથી કશુંક તો શીખ્યું જ છે. હવે મને કમલસહન સાહેબ જેવું બનવાની ઇચ્છા છે. તેમના દરેક પાત્રમાં વિવિધતા રહી છે છતાંય તે આકર્ષક બન્યા છે. મારે દર્શકોના દિલમાં મારા અભિનયથી એવી જ છાપ છોડવી છે, હું એવા રોલની તકની શોધમાં છું. ગુજરાતી ફિલ્મોમાં હિરો તરીકે એક ઉમદા સ્થાન ઉભું કરી શકું એવા જ મારા પ્રયત્ન છે. ફિલ્મો વિશે વાત કરતા માનસે વાત કરતા જણાવ્યું હતું કે, મારી પહેલી ફિલ્મ ‘કમિટમેન્ટ’ હતી પરંતુ નોટબંધીના કારણે તે ફિલ્મ લોકો સુધી પહોંચી શકી નહીં અને બીજી એક ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. જ્યારે હવે ‘કેમ છો લંડન’ પાસે ખૂબ અપેક્ષાઓ છે. કારણ કે આ ફિલ્મમાં સ્ટોરીથી માંડી એડિટીંગ સુધી નવીનતા જોવા મળી છે. તેમનું કહેવું છે કે, ગુજરાતી ફિલ્મજગતમાં પણ આ ફિલ્મ એક માઇલ્ડસ્ટોન બની શકે એવી છે.’ ધ ફૂટેજ વિશે વાત કરતા માનસ શાહે જણાવ્યું હતું કે, ‘ધ ફૂટેજ દરેક કલાકારને આવકારે છે અને પ્રોત્સાહિત કરે છે તે ખૂબ જ સારી વાત છે. મીડિયા ઈન્ડસ્ટ્રીમાં આકર્ષક રોલ પ્લે કરો છો. ધ ફૂટેજ તરફથી પુછાતા સવાલોમાં તેનું વિઝન ક્લિયર દેખાય છે. લોકો સુધી માહિતી પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય ખૂબ સુંદર રીતે ધ ફૂટેજ કરે છે અને કરતું રહે એવી શુભેચ્છા.