ગુજરાતની ફેશન ઇન્ડ્સ્ટ્રી દિવસે ને દિવસે આગળ વધી રહી છે. મનોરંજન ક્ષેત્રમાં મોડેલનું સ્થાન પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. આજે એવી જ એક મોડેલ કમ અભિનેત્રી મેહર મહાજન વિષે. ૨૦૧૫ – ૧૬ માં મેહર મહાજન મિસ દીવા યુનિવર્સમાં ફાઈનલીસ્ટ રહેલ છે તેમને એક ટાઈટલ મળેલું ‘યામાહા મિસ ફસીનો’. તે વર્ષે જ તેમને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ નાં એક શો માં પણ તેઓ ગુજરાત વિનર રહી ચુક્યા છે. ઉપરાંત મેક્સ ફેશન આઇકનમાં પણ ફાઈનલીસ્ટ રહી ચુક્યા છે. મૂળ પંજાબી મેહર મહાજન ઘણા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલ છે અને પોતાના પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ તેઓ મોડેલીંગ ક્ષેત્રે પ્રવેશ્યા. મિસ ઇન્ડિયામાં ભાગ લીધા બાદ વ્હીસ્પર અને વાડીલાલની એક એડ કરી, પરંતુ ત્યારે ભણતર પણ ચાલું હતું એટલે ત્યારે બહુ ઇચ્છા નહોતી કે મોડેલીંગ ક્ષેત્રે આગળ વધે. ૨૦૧૬ માં ધીમે ધીમે મોડેલીંગ માટે ઓફર મળવા લાગી અને અમુક બ્રાન્ડ માટે પણ કામ મળવા લાગ્યું. એવામાં ગુજરાતી ફિલ્મોનો સારો દોર શરૂ થઇ રહ્યો હતો. જેમાં ૨૦૧૭ માં એક જાણીતા હિતેચ્છુની ભલામણથી ફિલ્મ ‘કલરબાજ’ માં કામ કરવાનો મોકો મળ્યો. ફિલ્મમાં રોલ કંઇક એવો હતો કે મેહર દિલ્હીથી આવેલી છોકરીના પાત્રમાં હતી. જેમાં ભાષાની પ્રોબ્લેમ નહોતી નડેલી કારણ કે તેમાં મેહરને હિન્દી જ બોલવાનું હતું. આમ પણ મહેર ગુજરાતી બોલી અને સમજી શકે છે. પરંતુ હજુ સુધી તેમને ફિલ્મોમાં એવું કોઈ પાત્ર નથી મળ્યું જેનાથી તે ગુજરાતી ડાયલોગમાં જોવા મળી હોય. ખૂબ જ પ્રસિદ્ધ ફિલ્મ ‘ઢ’ માં પણ
પ્ર: ગુજરાતી ફિલ્મોમાં કામ કરીને કેવો અનુભવ રહ્યો ?
ઉ: મારી પહેલી ફિલ્મ ‘કલરબાજ’ માટે હું ખૂબ જ એક્સાઈટેડ હતી. ૨૦૧૬ નું વર્ષ ગુજરાતી ફિલ્મો માટેનું એક એવું વર્ષ હતું જેમાં દરેક ફિલ્મોમાં કંઇક નવું આવતું હતું. ગુજરાતી ફિલ્મો ચેન્જ થઇ રહી હતી. ખરેખર તમે પોતાને મુવી સ્ક્રીન પર મોટા પડદા પર જુઓ તો ખુશી બહુ જ હોય છે. કારણ કે મેં કોઈ ટ્રેનીંગ નહોતી લીધેલી કે મારે ફિલ્મોમાં કામ કરવામાં મદદરૂપ થાય. પરંતુ મારા નસીબ અને થોડું હાર્ડવર્ક મને બહુ કામ લાગ્યુ ‘ઢ’ માં મને જયારે કામની ઓફર આવી અને મારો રોલ નસીરુદ્દીન શાહ સાથે હતો તેવું જાણવા મળ્યું ત્યારે મેં વિચાર કર્યા વગર જ આ રોલ કરવાની હા પાડી દીધી. એમની પાસેથી મને સારી સારી વાતો જાણવા મળેલી કે જો અભિનયમાં આગળ વધવું હોય તો પોતે હંબલ હોવું જરૂરી છે. તેઓ એટલા નોર્મલ વ્યક્તિ છે કે તેમની સાથે કામ કરવાનો અનુભવ મને મળ્યો એના માટે હું ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈનીની પણ આભારી છું. નેશનલ એવોર્ડ વિનર ફિલ્મનો તમે નાનો પણ ભાગ હો તો તે ગર્વની વાત કહેવાય.
આ ઉપરાંત સનમપૂરીના મ્યુઝીક આલ્બમ ‘તું યહાં’ માં પણ મેહર દેખાઈ ચુકી છે. આગળ મેહર જણાવે છે આ ફિલ્મક્ષેત્રમાં જો તમારે આવવું હોય તો મનમાં એક ગાંઠ વાળીને આવો કે મારે કોઈપણ રીતે આગળ વધવું જ છે. તમારે ખરેખર આમાં કેરિયર બનાવવી જ હોય તો જ પ્રવેશ્યો. ખાલી ગ્લેમર માટે કે ખાલી લોકોમાં પ્રખ્યાત થવા માટે ફિલ્મો કરવી તે યોગ્ય નથી. તમારે તમારું કેરિયર અહીં જ બનાવવું હોય તો પૂરા પેશનથી આવો. આ ફિલ્ડમાં ઘણું બધું ડેડીકેશન, ઘણો બધો સમય આપવો પડે છે.