પ્રિન્સ ગુપ્તા ડાન્સર અને તરીકે એક એવું નામ જે દેશ અને દુનિયામાં ખુબ જ જાણીતું બની ગયું છે. આપણે સૌ જાણીએ છીએ કે, પ્રિન્સનો જન્મ વડોદરામાં થયો છે. તેમણે આર્ટ્સમાં કોલેજનાં બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. પરિવારમાં તેઓ ત્રણ ભાઇઓમા સૌથી મોટા છે. ખુબ જ નાની વયે ખુબ મોટી સફળતાઓ પ્રિન્સ એ મેળવી છે. એક રિયાલીટી શો ના માધ્યમથી તેમનો ડાન્સની દુનિયામા પ્રવેશ થયો હતો. ડાન્સ ઇંન્ડિયા ડાન્સ નામનાં આ રિયાલીટી શો પછી તેમણે ૧૨ માં ધોરણની પરીક્ષા આપી હતી અને ત્યારબાદ તેઓ મુબંઇ શિફ્ટ થઇ જાય છે. ખુબ નાની વયે ફિલ્મી દુનિયાનાં સિતારાઓ સાથે કામ કરવાની સફર અહીંથી શરૂઆત થાય છે. તેઓએ તાજેતરમાં કોરીયોગ્રાફર તરીકે ટાઇગર શ્રોફ સાથે દસ બહાને સોન્ગ કર્યું છે જે ખુબ જ ફેમસ થયું છે.
તેમણે ડાંન્સની શરૂઆત સ્કુલમાં એકસ્ટ્રા એક્ટિવીટી માટે કરી હતી. આ શોખ ક્યારે પ્રોફેશન બની જશે તેમને પણ ખબર નહોતી કેમ કે, જે સમય દરમિયાન ડાન્સ ઇંન્ડિયા ડાન્સ આવ્યું ત્યારે કહી શકાય કે દેશમાં ડાન્સનાં ફિલ્ડમાં પણ કરિયર બની શકે તેવું વિચારનારો વર્ગ લગભગ ખુબ જ ઓછો હશે. ખુદ પ્રિન્સ કહે છે કે, ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં આવ્યા બાદ તેમને કરિયર તરીકે આ પ્રોફેશનને સિલેક્ટ કર્યુ. ત્યારબાદ તેમણે અત્યાર સુધીમાં ૧૮ જેટલા રિયાલિટી શો કર્યા છે. તેમણે અસંખ્ય લાઇવ શો, વર્કશોપ તેમજ દુનિયાનાં ઘણા દેશોમાં લાઇવ શો કર્યા છે. એક મહિનાની અંદર તેઓ આઠ થી દસ શો કરતા હતા. કહેવાય છે સફળતા માટે ખુબ મહેનત અને લગનની જરૂર પડે છે. પ્રિન્સની સફળતા પાછળ એ મહેનત દેખાય આવે છે.
રિયાલિટી શો વિશે વાત કરતા તેઓ કહે છે કે, અત્યારે અનેક રિયાલિટી શોઝ આવી રહ્યા છે. ઘણા શો મા લોકોને એવુ લાગે છે કે, બધુ સ્ક્રિપ્ટેડ અને ફિક્સ હોય છે પરંતુ ખરેખર એવું હોતુ નથી. દરેક શો નું એક ફોર્મેટ હોય છે. અને શો ની પબ્લિસિટી માટેની અમુક સ્ટેટેજીઓનાં કારણે લોકોને એવુ લાગી શકે. અમુક શોમા ઇમોશનલ બાબતોને લઇને પણ એવું લાગતું હોય છે પણ મે જોયુ છે કે, રિયલમા એવું જ હોય છે. મે આજ સુધી બાયસ હોય એવુ ક્યારેય અનુભવ્યુ નથી.
પોતાના કરિયરનાં એક દાયકાની બેસ્ટ મેમેરી વિશે તેઓ કહે છે કે, મારા માટે આમ તો બધી જ બેસ્ટ મોમેન્ટ છે. કેમ કે મને રિયાલીટી શો પછી કોઇ નાનું કામ મળ્યું હતું એ પણ સલમાન ખાન સાથે હતુ. આસિસ્ટંટ કોરીયોગ્રાફર તરીકે તેમણે ઘણાં કલાકારો સાથે પણ કામ કર્યું છે. એટલે ડીઆઇડી પછી આ બધી જ ઘટનાઓ તેમના માટે બેસ્ટ મેમરી છે.
મને ઘણા લોકો કહે છે કે, હવે તમે રિયાલિટી શોઝ કેમ નથી કરતા, તેઓ કહે છે એક જ વસ્તુની સાથે જોડાયેલ રહેવાથી આપણી પ્રોગ્રેસ અટકી જાય છે. જ્યારે આપણે ટીવીમાં નથી દેખાતાં તો લોકોને લાગે છે કે, તેઓ કામ નથી કરી રહ્યા પરંતુ પડદા પાછળ ઘણી મહેનત અને ઘણું કામ થઇ રહ્યું હોય છે. મને રિયાલિટી શો પછી અહેમદ ખાન સાથે આસિસ્ટંટ કોરીયોગ્રાફર તરીકે કામ કરવું હતું. કેમ કે, રિયાલિટી શો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરવામાં ઘણુ અંતર છે. તેમણે અહેમદ ખાન સાથે ચાર વર્ષ કામ કર્યુ છે.
આ અનુભવ પછી તેમને ગુજરાતી સિનેમા માટે ઓફર મળે છે. તેમણે બે ચાર ગુજરાતી ફિલ્મો કરી છે તેઓ કહે છે કે, મને બોલિવુડ કોરીયોગ્રાફર જ બનવું હતું પણ હું ગુજરાતી ફિલ્મો એટલે કરૂં છું કે, મને ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ છે અને આપણું સિનેમા અત્યારે પ્રગતી કરી રહ્યું છે જેમા હું મારૂં જેટલું કંન્ટ્રિબ્યુશન કરી શકું કરૂં છું. પરંતુ અંહીનો મારો અનુભવ સારો નથી રહ્યો. અંહી ઘણા લોકો ટેકનિકલ બાબતોમાં વધુ ફોકસ નથી. એટલે હવે હું સિલેક્ટિવ ફિલ્મો જ કરૂં છું. એના કારણે ઘણા લોકોને હું એટિટ્યુડ બતાવતો હોઉં એવું લાગે છે, પરંતુ ખરેખર એવુ નથી. અહિં બજેટનાં ઇસ્યુ ખુબ જ છે. અને મેકર્સ પૈસા બચાવવાનાં વિચારનાં કારણે ઘણું બગાડે છે અને તેની અસર આખી ફિલ્મ પર પડે છે. અત્યારે ઘણી સારી ફિલ્મો બની રહી છે તે સાથે ઘણા લોકોએ ટેકનિકલ બાબતોને હજુ વધારે સમજવાની જરૂર છે. મુંબઇથી આવતા લોકો ખુબ જ નોલેજ ધરાવાતાં હોય તેવું જરૂરી નથી, મેકેર્સએ અમારી ટીમ મુંબઇથી આવી છે એટલે ખુબ જ સારી જ હોય એવો વિચાર બદલવો પડશે.
લોક્ડાઉન વિશે પુછતાં તેઓ કહે છે કે, આ સમય મારા માટે ખુબ સારો રહ્યો એવું કહીશ. કેમ કે, પોતાને અને પરીવારને ખુબ જ સમય આપી શક્યો છું. આટલા વર્ષોમાં જે સમય નથી મળ્યો એવો સમય મે ખુબ જ એન્જોય કર્યો અને ઘણું ક્રિએટિવ કામ કર્યું છે. આપણે નોર્મલ લાઇફમાં ખુબ મેન્ટ્લી એન્ગેજ રહેતા હોઇએ છે, આ ખરાબ સમય પણ જતો રહેવાનો છે તેમની આપણને ખબર જ હતી એટલે નિરાશ થવાનો કોઇ અર્થ નહોતો.
હાલનાં સમયમાં તેઓ એક સિરીઝ કરી રહ્યા છે પ્રિન્સ કી પાઠશાલા, તે સાથે તેઓ બે મિનિટમાં લોકોને નવા નવા ડાંન્સ સ્ટેપ શિખવી રહ્યાં છે. ઘણા મ્યુઝિક આલ્બમ કરી રહ્યા છે અને ત્યારબાદ એક સાથે ૧૨ સોંન્ગનાં શુટિંગ માટે તેઓ ઓસ્ટ્રેલિયા જઇ રહ્યા છે. ફિલ્મોમાં તેઓએ રેમો ડિસુજાની ફિલ્મ એબીસીડીમાં કામ કર્યુ છે. ત્યારબાદ તેમને ઘણી ફિલ્મો ઓફર થઇ પરંતુ તેઓનું માનવુ છે કે, એક્ટિંગમા તમે શાહરુખ બની શકો તો જ કરો, જેમ કે મને ખબર છે કે હું ડાંન્સમાં રેમો બની શકું તો મારે એ જ કરવુ જોઇએ.
તેમનાં જિવનમાં ત્રણ વ્યક્તિ ખુબ જ મહત્વ ધરાવે છે એક છે દિપક રાજપુત, રેમો ડિસુજા અને ત્રિજા છે અહેમદ ખાન. જેમા તેઓ કહે છે કે, હું અહેમદ ખાન સાથેનાં અનુભવનાં કારણે હું પ્રોપર કોરિયોગ્રાફર બન્યો છું. જ્યારે રેમો સર એ મને હરેક બાબતો સાચી સમજ આપી છે. તેઓ આ ત્રણેય વ્યક્તિને ધ ફૂટેજ નાં માધ્યમથી એક મેસેજ આપે છે કે, દિપક રાજપુત જેવા ડાંન્સ ટિચર પુરી દુનિયામાં નહિં હોય, તેઓ એ ખુબ સારા ડાંન્સર ટ્રેન કર્યા છે. તેમનાં એક કોલ પર હું કંઇ પણ કરવા તૈયાર થઇ જઇશ. રેમો ડિસુજા વિષે કહીશ કે તેમના કારણે હું બોલીવુડમાં સેટ થઇ શક્યો છે, તેમણે હરેકવાત મને પ્રોપર ગાઇડ કરી છે. મે જ્યારે મુંબઇમાં માત્ર ઓગણીસ વર્ષની ઉંમરમાં પોતાનું ઘર લીધું ત્યારે રેમો સરએ પોતાના ઘરે પાર્ટી આપીને આ વાતને સેલિબ્રેટ કરી હતી. તેમની સાથે ખુબ જ અટેચમેન્ટ રહ્યું છે. અહેમદ સર માટે કહીશ કે, તેમને મને ફિલ્મ કોરિયોગ્રાફી વિશે બધુ શિખવ્યું, અને તેમણે જ મને પહેલું સોંન્ગ ઇન્ડિવિઝ્યુલ કોરિયોગ્રાફર તરીકે આપ્યું છે અને તે છે બાગી ૩ નું સોંન્ગ દસ બહાને..આ બ્રેક તેમણે મને આપ્યો છે, તેઓ મારા ગોડ ફાધર છે એવું કહીશ.
તેઓ લોકડાઉન પહેલા વડોદરામાં એક ડાંન્સ સ્ટુડિયો ખોલી રહ્યાં હતાં. જે હાલ પુરતો લોકડાઉન અને સમયને અનુરૂપ મોકુફ રખાયો છે પરંતુ તેમનું સપનું છે કે, તેઓ વડોદરામાં એક ખુબ જ મોટી ડાંન્સ સ્કુલ ખોલવા ઇચ્છે છે. જેમાં હોસ્ટેલથી લઇને બધા જ પ્રકારની સુવિધાઓ હશે.
તેમનાં ચાહકો અને નવા ડાંન્સરોને તેઓ મેસેજ આપે છે કે, તમે જીવનમાં જે ઇચ્છો એ મેળવવું વધારે અઘરું નથી જો તેમા પૂરતું ફોકસ બનાવવામાં આવે તો. જેમ કેમ ઘણા લોકોને લાગે છે કે, રિયાલિટી શો માં પ્રવેશવું અઘરું છે પણ ખરેખર એવું છે નહીં. જો હું કોઇને એક મહિનો ટ્રેનિંગ આપું તો ડાંન્સ શો માં પ્રવેશવું સરળ બનાવી શકું કેમ કે મને ખબર છે કે, રિયાલિટી શો માં શાની જરૂર હોય છે.
ધ ફૂટેજ માટે મેસેજ આપે છે કે, આ ખુબ જ સારું કામ કરી રહ્યાં છો. આ માધ્યમથી અનેક લોકો સુધી ગુજરાતી કલાકારોની વાત પહોંચે છે જે ખુબ સારી વાત છે. અને આપ કોઇ વધારાનાં મસાલા વગર લોકો સુધી સાચી માહિતી પહોંચાડો છો જે સરાહનિય છે. ધ ફૂટેજ તરફથી પ્રિન્સ ગુપ્તાને આવનાર ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે આભાર.