રાશિનું એ પાત્ર એટલું લોકપ્રિય બન્યું કે, લોકો મને રાશિ તરીકે જ ઓળખવા લાગ્યા. આ પાત્ર રિપ્લેસમેન્ટ હતુ તેમ છતાં લોકોએ મને ખુબ પ્રેમ આપ્યો.
ઘર ઘરમાં કલર્સ ગુજરાતી ઉપર આવતી સિરિયલ રાશિ રિક્ષાવાળીની રાશિ અત્યંત લોકપ્રિય બની ગયેલ પાત્ર છે અને આ પાત્ર નિભાવનાર પ્રિયલ ભટ્ટે ‘ ધ ફૂટેજ ‘ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને નાનપણથી જ એક્ટિંગ અને મોડેલિંગનો શોખ હતો. ભાવનગરમાં બે વર્ષ આ ક્ષેત્રમાં કામ કર્યું પરંતુ ભાવનગરમાં સિનેમા ક્ષેત્રે ખુબ ઓછા અવકાશ હોવાથી તેમણે અમદાવાદ આવવાનું પસંદ કર્યું. દસમાં ધોરણમાં એક વખત નાટક જોયું હતું અને ત્યારથી તેમણે શરૂઆત કરી દીધી. સૌથી પહેલા નાટકો કામ કર્યુ અને ત્યાર બાદ પેજન્ટ તેમજ ફિલ્મ અને સિરિયલમાં અભિનય કરવાની શરૂઆત કરી. મોડેલ અને એક્ટર તરીકેની પોતાની સફર પ્રિયલે ભાવનગરથી શરૂ કરેલી જે આજે ખુબ વિશાળ લોકચાહના ધરાવે છે.
માનસ શર્માને પોતાના મોડેલ ગુરુ માનતા પ્રિયલે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ આવીને ડ્રામા કરતાં સાથે સાથે અમદાવાદમાં યોજાયેલ મિસ ગુજરાતનો ખિતાબ જીત્યો, ત્યારબાદ મિસ દીવા ગુજરાત અને એક એક કરતા એક જ વર્ષમાં મિસ ભાવનગરથી મિસ ગુજરાત સુધીના દસ ટાઈટલ જીત્યા. એક કામ બીજું કામ અપાવે એમ પ્રિયલને પણ એક પછી બીજું કામ મળતું ગયું અને તેઓ આગળ વધતા રહ્યા. ખુબ ઓછા સમયમાં તેમણે ખુબ કામ કર્યુ છે અને ઘણા અચિવમેન્ટ મેળવ્યા છે.
ગુજરાતમાં પેજન્ટની વ્યાખ્યાઓ જુદી છે અને અને સાચું પેજન્ટ શું છે તેની લગભગ કોઈને સમજ નથી આથી પ્રિયલે મોડેલિંગ અને એક્ટિંગની સાથે સાથે સાચું ગૃમિંગ શરૂ કર્યું અને પ્રોપર ફોર્મેટમા પેજન્ટ શું હોય તે લોકોને શીખવવાનું શરૂ કર્યું. ગુજરાતમાં ફેશન શો થાય છે પણ રીયલ પેજન્ટ નથી થતા. આ બાબતે પ્રિયલનું કહેવું હતું કે પેજન્ટમાં ત્રીસથી વધુ જુદા જુદા ક્ષેત્રની સ્પર્ધા થાય છે અને તમારું સંપૂર્ણ વ્યક્તિત્વ અને આવડતને ચકાસવામાં આવે છે. ગુજરાતમાં હજુ સુધી એવા પેજન્ટનું અયોજન થયું નથી.
મોટા પડદા ઉપર એક્ટિંગ કરશે એવું ક્યારેય નહિ વિચારનાર પ્રિયલને સતીશ દાવરા સાથે ‘ ભમ ‘ ફિલ્મમાં એક્ટિંગ કરવાની તક મળી અને પ્રિયલે આ તક ઝડપી લીધી. ત્યારથી તેમનો મોટા પડદા પર અભિનય શરૂ થયો. આ ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું ત્યાંજ કલર્સ ગુજરાતીમાંથી ફોન આવ્યો અને ‘ ગોરા કુંભાર ‘ માટે રાધાનું પાત્ર મળ્યું. રાધાનું પાત્ર પૂરું થયું અને બીજા જ દિવસે ‘ રાશિ રિક્ષા વાળી ‘ માં રાશિનું પાત્ર મળ્યું. આમ પ્રિયલ એક પછી એક જુદા જુદા કામ કરતા રહ્યા અને જે કર્યું તેમાં સફળતા મેળવતાં રહ્યા. રાશિ બાદ થિયેટર અને ફિલ્મોમાં કામ કરતા પ્રિયલને ખૂબ કામ કરવું અને તેના કામથી જ સફળ થવું છે.
મોડેલ, એક્ટર, કોરીયોગ્રાફર અને ક્લાસિકલ ડાન્સર પ્રિયલ ભટ્ટને દરેક ફિલ્ડમાં કામ કરવાનું ગમ્યું છે અને દરેકમાં જુદો અનુભવ થયો હોવાનું જણાવે છે. આ ક્ષેત્રમાં પોલિટિક્સ અને ન્યુ કમરને સ્ટ્રગલ વિશે પૂછતાં પ્રિયલે જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં પોલિટિક્સ રહેવાનું છે પણ તમે તમારા સિદ્ધાંતો નથી છોડતા તો તમને ક્યાંય કોઈ તકલીફ થતી નથી. એક શોમાં તેમને વિનર બનવા પ્રાઈઝ મની જતી કરવાની ઓફર થયેલી પરંતુ તેમને જજ સાથે વાત કરી અને કહ્યું કે તેઓ આ શો જ છોડી રહ્યા છે. છેલ્લી મિનિટ શો છોડે તો પ્રોબ્લેમ થાય એટલે ઓર્ગેનાઈઝર પ્રિયલ સાથે સહમત થયાં અને તટસ્થ શો થયો. જેનામાં આવડત હોય તેને વિનર બનાવો અને પ્રાઈઝ મની આપો એટલું પ્રિયલ કહેવાનું હતું જે માનવું પડ્યું હતું. આમ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવામાં અને મહેનત કરવામાં પ્રિયલ વધુ માને છે.
સારા અને મોટા પ્રોડક્ટ્શનમાં આર્ટીસ્ટને તેની આવડતના આધારે તક આપવામાં આવશે તો ગુજરાતી સિનેમાને વધુ સારા કલાકારો મળશે એવું માનતા પ્રિયલ કહે છે ગુજરાતી સિનેમાનો સારો વિકાસ અત્યારે થઈ રહ્યો છે. જે ખુબ સરાહનિય વાત છે ‘ઘ ફૂટેજ ‘ વિશે પ્રિયલે કહ્યું હતું કે, મિડીયા ક્ષેત્રમાં આ મેગેઝીન અનેક નવા આર્ટીસ્ટ માટે એક સારું પ્લેટફોર્મ છે. જે ઇન્ડસ્ટ્રી અને નવા કલાકારો માટે એક માધ્યમ બની રહ્યું છે.