14 સપ્ટેમ્બર થી શેમારૂમીની ઑરિજિનલ ગુજરાતી વેબસિરીઝ ‘વ્હૉટ ધ ફાફડા’ રિલીઝ થઇ છે.

જ્યાં ગુજરાતી સિનેમા ઉતરોત્તર પ્રગતિના પંથે એવામાં ગુજરાતી વેબ સિરીઝ પણ આવી રહી છે. 14 સપ્ટેમ્બર થી શેમારૂ પર નવી ઑરિજિનલ વેબસિરીઝ ‘વ્હૉટ ધ ફાફડા’ રિલીઝ થઇ છે. આ વેબસિરીઝનું સૌથી મોટુ આકર્ષણ મલ્ટિસ્ટાર છે, વેબસિરીઝમાં ગુજરાતી સિનેમાનાં ૪૦ જેટલા કલાકારો જોવા મળશે. વ્હૉટ ધ ફાફડા’ કોમેડી સિરીઝ છે જેમા ૧૭ જેટલા એપિસોડ હશે.

‘વ્હોટ ધ ફાફડા’ માં ગુજરાતી સિનેમાનાં ૪૦ થી વધુ કલાકારો  જેમાં પ્રતીક ગાંધી, સંજય ગોરાડિયા, ટીકુ તલસાનિયા, અવની મોદી, નીલમ પંચાલ, ઈશાની દવે, કુશલ મિસ્ત્રી, જયેશ મોરે, જીનલ બેલાણી, મનન દવે, ભામિની ઓઝા, પ્રેમ ગઢવી, પાર્થ પરમાર, ધ્રુવીન કુમાર, વિરાજ ઘેલાણી જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. આશા કરીએ દર્શકોને આ ગુજરાતી વેબ સિરીઝ પસંદ પડશે.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *