પ્રતિક ગાંધી આ નામ અત્યારે દેશ અને દુનિયામા ખુબ લોકપ્રિય બની ગયું છે, સ્કેમ ૧૯૯૨ થી પ્રતિક ગાંધી રાતો રાત લોકોનાં ચહીતા બની ગયા. આ ઇન્ટરવ્યુ જ્યારે થઇ રહ્યો હતો ત્યારે આખા દેશનું મિડિયા પ્રતિક ગાંધી સાથે વાર્તાલાપ કરવા આતુર હતું. અનેક ચર્ચાઓ વચ્ચે તેમણે એક વાત ખુબ નોધવા જેવી એ કરી કે, બધા સફળતાને પુજે છે પરંતુ જ્યારે તમે સંઘર્ષ કરી રહયા હોઉ એ વાતની નોંધ કોઇ નથી લેતું. સ્કેમ ના અભિનયથી પ્રતિક ગાંધી અનેક લોકોનાં દિલમા ઘર બનાવી લીધુ છે.

પ્રતિક ગાંધીનો જન્મ સુરતમાં થયો છે અને તેમણે એજ્યુકેશન પણ સુરતમાં જ લીધું છે. તેમણે એન્જીનિયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. અભિનય સાથે તેઓ સ્કુલ સમયથી જોડાયા હતા. સ્કુલમાં તેમણે નાટકો કે અન્ય કોમ્પીટીશનોમા ભાગ લેવાનું શરૂ કર્યુ હતું. તેમની અભિનય યાત્રામા મનોજભાઇ  સાથેની મુલાકાત પછી તેમણે પ્રોફેશનલ થીયેટર કરવાનુ શરૂ કર્યુ. તેમણે નાટ્યજગતમાં ખુબ કામ કર્યુ છે. તેમની પહેલી ફિલ્મ ‘બે યાર’ હતી જેનાથી આપણે સૌ વાકેફ છીએ. ત્યાર બાદ રોંગ સાઇડ રાજુ, લવની ભવાઇ, ધુનકી, લવની લવ સ્ટોરી જેવી ફિલ્મોમા તેમણે ખુબ વેરિયશન કેરેક્ટર વાળા રોલ નિભાવ્યા જે વિશે તેઓ કહે છે કે હરેક ફિલ્મમા મને અલગ અલગ કેરેક્ટર્સ કરવાથી ઘણુ શિખવા મળ્યુ છે. તેઓ કહે છે મારો ગુજરાતી સિનેમા સાથેનો અનુભવ ખુબ મજાનો રહ્યો છે. હવે નવા મેકેર્સ ખુબ નવા વિષયો સાથે ખુબ સારી ફિલ્મો લઇને આવી રહ્યા છે જે ખુબ સારી વાત છે.

સ્કેમ૧૯૯૨ ની ચર્ચા ૨૦૧૮થી શરૂ થઇ હતી. ફિલ્મના ડિરેક્ટર હંસલ મહેતાએ પ્રતિક ગાંધીનાં નાટક તેમજ બે યાર જોઇ હતી અને ત્યારથી જ તેઓ પ્રતિક સાથે કામ કરવા ઇચ્છતા હતા. આ સિરિઝ એક ‘ધ સ્કેમ’ નામક બુક ઉપરથી જ બની છે, પ્રતિક કહે છે કે આ કેરેક્ટરને સમજવા ઘણું મટીરીયલ અવેલેબલ હતું સિરિઝની સ્ક્રિપ્ટ જ સાડા પાંચશો પાનાની હતી. તે સિવાય હર્શદ મહેતા વિશે નેટ પર ઘણુ અવેલેબલ છે. પ્રતિકએ એ સમયમા ટ્રેડીંગ કેવી રીતે થતું ટેકનિકલી ઘણી વાતોને સમજવા માટે ખુબ મહેનત કરી છે.

આ સિરીઝ વિશે કહે છે કે, હંસલ મહેતા ખુબ અનુભવી ડિરેક્ટર છે અને પ્રોડક્શન હાઉસ પણ ખુબ અનુભવી હતા એટલે એ વાતનો વિશ્વાસ તો હતો જ કે, સિરીઝ ખુબ સારી બનશે પણ એ નહોતી ખબર કે લોકોને આટલી બધી પસંદ પડશે કે આ વિષય આટલો બધો ચર્ચાશે. આ સિરિઝ એટલી લોકપ્રિય થઇ છે કે, સાડા નવ કલાકની આ સિરિઝ લોકો એક જ બેઠકમા જોઇ રહ્યા હતા. સિરિઝનુ થિમ મ્યુઝિક ખુબ જ હિટ રહ્યુ તે સાથે રીસ્ક હે તો ઇસ્ક હે જેવા ડાયલોગ લોકોના દિલમા ઘર કરી ગયા. પ્રતિકનો અભિનય એટલો વખણાયો કે મોટા સ્ટાર પણ તેના વિશે ટીપ્પણી કરવાનું ચુક્યા નહીં. તેઓ કહે છે આ અનુભવ ખુબ બેસ્ટ રહ્યો આખીય પ્રોડક્શન ટીમ એટલી પેશનેટ હતી કે બધાએ ખુબ મહેનત કરી છે. તેમની સાથેના કો એકટરથી લઇને રાઇટર, ડિઓપી, ડીરેક્ટર ટીમ અને ખાસ તેઓ કહે છે કે, હંસલ મહેતા ખુબ અનુભવી ડિરેક્ટર છે, તેમની સાથે કામ કરવાની ખુબ જ મજા તો આવી જ પણ તેમની પાસેથી શિખવા ખુબ મળ્યુ. તેમના જેવા ડીરેક્ટર સાથે તમને ખુલી અને ખીલીને કામ કરી શકવાનો મોકો મળે છે. આ સિરીઝ સુચિતા દલાલ અને દેબાસિસ બાસુની એક બુક ઉપરથી બનાવવામાં આવી છે. સિરિઝનો સ્ક્રિન પ્લે સુમિત પ્રુરોહિત અને સૌરવ ડી. અને ડાયલોગ કરણ વ્યાસ અને વૈભવ વિશાલએ લખ્યા છે. પ્રતિક કહે છે કે ખુબ નસીબદાર છું કે આટલી પેશનેટ ટીમ સાથે કામ કરવાનો મોકો મળ્યો.

આ સફળતા પછી પ્રતિક કહે છે કલાકાર માણસ જ હોય છે. એક ખુબ મોટી સફળતા પછી હવે બિજા પ્રોજેક્ટ પણ એટલા જ બેસ્ટ રહેશે તેવુ પ્રેસર હું મારી જાત પર લેવા નથી ઇચ્છતો. એક કલાકાર તરીકે હું મારા કામને આટલો જ જીવ રેડીને કરીશ એ મારા હાથની વાત છે.

પ્રતિક ગાંધી અત્યાર સુધી સાથે કામ કરેલ દરેક વ્યક્તિનો ખુબ આભાર માને છે. જેમા અભિષેક જૈન, નિખિલ કે અનિશ છે આ લોકોએ મારા પર વિશ્વાસ મુક્યો જેના કારણે અલગ અલગ કેરેક્ટર કરવાનો મોકો મને મળ્યો તે સાથે મારા સૌથી નજીકના મિત્ર મનોજ શાહ છે જેની સાથે હું પંદર વર્ષથી નાટકો કરૂં છું. અને એ નાટકો થકી જ હું ઘણુ શિખ્યો છું ઘણો આગળ આવ્યો છું અહીં સુધીની સફળતામાં આ બધા જ લોકોનો ખુબ મોટો હાથ છે આ બધાનો હું જેટલો આભાર માનું ઓછો છે. અહીં દર્શકોનો પણ ખુબ જ આભાર માનું છું.

પ્રતિકને પોતાનામાં ગમતી વાત છે સિમ્પ્લીસિટી. તેઓ કહે છે કલાકાર પાણી જેવો હોવો જોઇએ અને તે સાથે સરળ પણ. તેઓ કહે છે હું રેસ્ટલેસ છું, કદાચ હું એક જગ્યાએ બેસી નથી રહેતો એ મારી નબળાઇ હોય શકે.

છેલ્લે મારો સવાલ હતો કે એવી કોઇ વાત જે પ્રતિક ગાંધીએ હજુ સુધી મિડીયા સમક્ષ કરી ન હોય.. તેઓ કહે છે કે, આખી દુનિયાને માત્ર અને માત્ર સફળતામાં રસ છે, સફળતાની પ્રક્રીયાના નહીં. જેવો માણસ સફળ થાય એટલે તેમની પાસેથી ઘણૂ બધુ જાણવુ હોય છે. પણ તેની નિષ્ફળતા વિશે કોઇએ વાત કરવી નથી. ક્યારેય તેના વિશે પણ વાત થવી જોઇએ. બની શકે તેમાથી જ ઘણું શિખવા કે સમજવા મળે ! અને સફળ થવા માટે નિષ્ફળતા ખુબ જરૂરી છે.

ધ ફુટેજ વિષે તેઓ કહે છે આપ ખુબ સારુ કામ કરી રહ્યા છો કે આપણા કલાકારોને લોકો સુધી અને લોકોને કલાકારો સુધી પહોંચાડવાનુ કામ કરી રહ્યા છો જે ખુબ સારી વાત છે. તે માટે આપનો ખુબ આભાર.

#pratikgandhi

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *