ફેશન કે ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતી દરેક નવી વ્યક્તિએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે. તેમાંય તે છોકરી હોય તો તો પોતાની જગ્યા બનાવવી મુશ્કેલ જ છે. જો કે આ ફિલ્ડમાં કરિયર બનાવવા ઈચ્છતી દરેક છોકરીને હું એટલું જ કહીશ કે ખૂબ મહેનત કરજો અને લડજો. તમારા માટે તમે સપના જોજો અને સપના સાકાર કરવા માટે સતત કોશિશ કરતા રહેજો. શરૂઆતમાં તમને કોઈ નહી સ્વીકારે, ક્રિટીસાઈઝ કરશે પરંતુ તમે કોઈનું સાંભળતા નહી કે ડરતા નહી બસ તમારી આવડત પુરવાર કરશો એટલે ચોક્કસ તમને સફળતા મળશે.” આ શબ્દો આર્ટીસ્ટ, એન્કર અને મોડેલ વૈભવીના છે. ‘ધ ફૂટેજ’ સાથેની વાતચીતમાં તેમણે આ ઈન્ડસ્ટ્રી વિષે અને તેમના અનુભવ વિષે ઘણી રસપ્રદ વાતો કરી હતી.

વૈભવી નાનપણથી મોડેલ બનવાના અને એક્ટીંગ કરવાના સપના જોતા હતા. સ્કૂલ અને કોલેજમાં સ્ટેજ પર્ફોમન્સ કરવામાં ખચકાટ અનુભવતા વૈભવી આજે દેશ વિદેશમાં સ્ટેજ ક્વીન બનીને એકલા જ સભાનું સુકાન સંભાળતા થઈ ગયા છે. છેલ્લા પાંચ છ વર્ષથી એન્કર અને મોડેલ તરીકે ગ્લેમર વર્લ્ડનાં આ ગુજ્જુ ગર્લ હવે એક્ટીંગ કરવા ઈચ્છે છે અને ખૂબ લોકપ્રિય બનવાના સ્વપ્ન સેવી રહ્યા છે. છોકરીઓ માટે દરેક જગ્યા અને જોબ કે કામ મુશ્કેલી ભર્યું છે પરંતુ માત્ર ફેશન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ છોકરીઓને તકલીફ છે એવું નથી કાગડા બધે કાળા છે એ વાત અનુભવે સમજીને વૈભવીએ માત્ર કામને જ મહત્વ આપ્યું. બાકીની દરેક બાબતોને ગૌણ સમજીને આજે એન્કર, એક્ટર, મોડેલ તરીકે વૈભવી આ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બની રહ્યા છે.

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ખૂબ સંઘર્ષ કરીને સફળતા તરફ આગળ વધી રહેલા વૈભવી માટે તેમના શિક્ષક અને મિત્રો પ્રોત્સાહક તરીકે રહ્યા છે અને તેમનો નાનો ભાઈ તેમની સપોર્ટ સિસ્ટમ બનીને હંમેશા તેની સાથે રહ્યો છે. મમ્મી પાપાનો સપોર્ટ પણ વૈભવીને મળ્યો છે પરંતુ માતા-પિતા સંતાનની સાથે સમાજનું પણ વિચારે છે તેમ વૈભવીના માતા-પિતા પણ વૈભવીના સ્વપ્ન સાથે સમાજ શું કહેશે એવું વિચારતા પરંતુ વૈભવીએ સફળ થઈને તેમના મમ્મી-પાપાનો વિશ્વાસ જીત્યો અને એવા દરેક લોકોના મોઢા ઉપર તમાચો મારીને તેમના મોઢા બંધ કરી દીધા જે લોકો સમાજ બનીને એવું વિચારતા કે ગુજરાતી છોકરીએ મોડેલીંગ ક્ષેત્રમાં જવાય નહીં કે આ ફેશન ઈન્ડસ્ટ્રી ખરાબ છે. હવે શોર્ટ્ કપડા પહેરશે અને છોકરી હાથમાં નહી રહે, બહાર ફર્યા રાખશે તેવા અનેક મેણા ટોણાને વૈભવીએ ચૂપ કરાવી દીધા છે. પોતાના અંગત જીવનનાં સંઘર્ષ પછી પણ તેમનો જુસ્સો તેમને સફળતા અપાવી રહ્યો છે. આગળ તેઓ ફિલ્મ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છે છે.

ખુબ નાના ટાઉન થી આવેલ વૈભવી એન્કર તરીકે ખુબ લોકપ્રિય રહ્યા છે. અત્યાર સુધીમા તેઓએ અનેક શો હોસ્ટ કર્યા છે. ઓડીયન્સને જકડી રાખવાની તેમની કળા અને આવડત તેમને લોકપ્રિય બનાવે છે. ફેશન ફિલ્ડમા પણ તેઓએ ઘણું કામ કર્યું છે. તેઓ કહે છે કે,  હાલ ફિલ્મોની ઓફર મળી રહી છે. મારૂં ધ્યાન હવે એક્ટિંગ તરફ છે અને હું પોતાને એક સફળ હિરોઇન તરીકે જોવા ઇચ્છું છું.    

જ્યારે વૈભવીને ‘ધ ફૂટેજ’ વિશેનો તેમનું મંતવ્ય પૂછવામાં આવ્યું ત્યારે વૈભવીનું કહેવું હતું કે, ‘ધ ફૂટેજ નવા ચહેરાઓને સ્થાન આપે છે જે અત્યંત મહત્વની વાત છે. ફૂટેજનાં આ કાર્ય અને તક આપવા માટે તેમની પાસે કહેવા શબ્દો નથી. તેઓ ધ ફૂટેજથી ઘણા પ્રભાવિત છે. ધ ફૂટેજ ભવિષ્યમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *