વૈશલ શાહ અને આનંદ પંડિતની જોડીની આ ચોથી ફિલ્મ છે. અત્યાર સુધી આ જોડીએ લગભગ બધી સફળ ફિલ્મો આપી છે. ત્રણ એક્કા એક કોમેડી અને મનોરંજક ફિલ્મ છે. પ્રોડ્યુસરનુ કહેવુ છે કે આ ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે, અમે એક સારી અને મનોરંજક ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા જે સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે.
આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, એશા કંસારા, તર્જની ભાડલા અને ચેતન દૈયા જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.
ફિલ્મનું ટેંહુક ગીત ઘણું લોકપ્રિય બન્યું છે. ત્રણ એક્કાનુ દિગ્દર્શન રાજેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર 21 મી જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું જે દર્શકોને ખુબ પસંદ પડ્યુ હતુ. યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીની જોડી આ ફિલ્મને વધુ રોમાંચક બનાવે તેવી આશા સેવાઇ રહી છે. ફિલ્મની વાર્તામાં જે ત્રણ અજાણ્યા યુવાન છોકરાઓની આસપાસ ફરે છે જે એક સરળ-મધ્યમ-વર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનો પ્લોટ ખુબ જ મનોરંજક લાગી રહ્યો છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગેની જાહેરાતે જ જોરદાર ધૂમ મચાવી હતી અને હવે ફિલ્મ દર્શકોને કેટલી પસંદ પડે છે તે આવનારો સમય નક્કી કરશે. આશા કરીએ ગુજરાતી સિનેમામાં વધુ એક સફળ ફિલ્મનું છોગું ઉમેરાય.