વૈભવનો જન્મ 21 ઓક્ટોબરનાં રોજ બારડોલીમાં થયો હતો. તેમના પપ્પા સરકારી કર્મચારી હતા સુરત પોસ્ટિંગ મળેલું એટલે બધુ જ એજ્યુકેશન સુરતમાં જ લીધેલ. તેમણે ઈકોનોમિક્સ વિષય સાથે બીકોમ કર્યુ અને ત્યારબાદ માસ્ટર સ્પેશિયલ ડ્રામામાં કર્યું છે. વૈભવે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, મારા પિતાશ્રી મુકેશ દેસાઈ પણ રંગભૂમિના મોટાગજાના અભિનેતા તરીકે ઓળખાય છે અને મારા મમ્મી પાસેથી મને ભાષા મળી એટલે નાનપણથી ભાષા, કળા અને સંસ્કૃતિ મને વારસામાં મળ્યાં છે. હું સતત તે વારસાને જાળવીને આગળ ધપાવવાની કોશિશ કરૂં છું. દાદાજી રામાયણના પ્રખર વક્તા હતાં એટલે મારું ઈત્તર વાંચન અને નોલેજ વધ્યાં. આમ મારો ઉછેર જ એક ભાષા અને કળાસભર વાતાવરણમાં થયો છે. નાનપણથી પપ્પાને અભિનય કરતા જોઈને હું નાટક પ્રત્યે ખેંચાયો. ધીમે ધીમે નાટકો વિશે જાણ્યું અને માસ્ટર કર્યા બાદ હું નાટક્થી પ્રભાવિત થયો અને નક્કી કર્યુ કે મારે આર્ટિસ્ટ થવું છે.

વૈભવે પોતાના મનની વાત અને અભિનેતા, લેખક તેમજ ડિરેક્ટરની જર્નીની વાત ‘ધ ફુટેજ’ સાથે કરતા કહ્યું હતું કે, મે મારા કરીયરની શરૂઆત અભિનેતા તરીકે કરી હતી. બેસ્ટ અભિનય અને અભિનેતા તરીકેના અનેક એવોર્ડ મેળવ્યા છે પરંતુ કંઈક ખૂટતું લાગતું ત્યારે મારા પપ્પાએ મને કહ્યું કે, ‘તું અભિનેતા તરીકે સારો જ છે પરંતુ મને લાગે છે કે તું એક ઉત્કૃષ્ટ  દિગ્દર્શક બની શકે છે. તે સમયે પપ્પાની વાત મે ખૂબ જ સિરિયસલી લીધી અને નાટકો ડિરેક્ટ કરવાનું શરૂ કર્યું અને થયુ પણ એવું જ; પપ્પાની વાત સાચી પડી. હું અભિનેતા કરતા ડિરેક્ટર વધુ સારો સાબિત થયો અને મને ડિરેક્ટર તરીકે વધુ લોકચાહના મળી. મે ખૂબ નાટકોમાં અભિનય કર્યા, ડિરેક્ટ કર્યા અને પ્રોડયુસ કર્યા તેના કારણે મારું વાંચન અને શબ્દભંડોળ ખૂબ સમૃધ્ધ થયું. નાટકોમાં પણ હું ખૂબ નસીબદાર હતો કે મને લેખકો ખૂબ સરસ મળ્યાં. સ્નેહા દેસાઈનું ‘મીરાં’, દિનકર જાનીનું ‘ક કતલનો ક’, ઉત્તમ ગડાનું ‘રામરા અને મૂળરાજ મેંશન’, વિલોપન દેસાઈનું ‘અનન્યા’ જેવા અનેક નાટકો કર્યા. જેને લોકોએ ખૂબ આવકાર્યા, ચાહ્યાં અને અનેક પારિતોષિકોથી નવાઝ્યા છે.

જ્યારે નાટકના ક્ષેત્ર કે સ્થળ સંબંધે વૈભવ દેસાઈને પુછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે કે, નાટક ક્યારેક જે તે શહેરના સિમાડામાં બંધાયા નથી. તે ક્યારેય અમદાવાદ, સુરત કે મુંબઈના નાટકો નથી હોતા, નાટક તો સંસ્કૃતિ અને કલાનું આદાનપ્રદાન કરે છે. ગુજરાતી ફિલ્મક્ષેત્ર વિશે વાત કરતા વૈભવે જણાવ્યું હતું કે હાલ મે ત્રણ ફિલ્મોમાં ગીત લખ્યા છે અને ખૂબ ઝડપથી બે ગુજરાતી ફિલ્મો ડિરેક્ટ કરીશ. વૈભવે ‘ધ ફુટેજ’ સાથે અનેક વાતો શેર કરી હતી. જેમાં તેમને પુછ્યું કે વૈભવ દેસાઈ ઉત્તમ ક્યાં છે? ત્યારે વૈભવે જણાવ્યું હતું કે હું સૌથી પહેલા એક સારી વ્યક્તિ અને વ્યક્તિત્વ છું ત્યારબાદ મને લાગે છે કે હું સારો ડિરેક્ટર છું અને પછી એક અભિનેતા છું. સારા સર્જક અને કલાકાર બનવા પહેલા સારા વ્યક્તિ થવું જરૂરી છે.

‘પ્રેમની’ ગીત વિશે વૈભવ દેસાઇએ જણાવ્યું હતું કે, ‘પ્રેમ ની.. ની શરૂઆત ખૂબ રસપ્રદ હતી. જ્યારે સૌથી પહેલા ગીત લખવાની વાત આવી ત્યારે તો મે હસી કાઢી હતી પરંતુ પછી એ મજાક વિચાર માગે એવી હતી. મારા નાટકોમાં હંમેશા વિરલ અને લવનનું સંગીત રહ્યું છે. એક દિવસ હું લવન બેઠા હતા અને લવને કહ્યું કે વૈભવભાઈ તમારું શબ્દભંડોળ ખૂબ જ છે તો તમે ગીત લખો. એ સમયે મે વાત હસીને કાઢીને નાંખી. લવને ફરીથી કહ્યું,વૈભવભાઈ હું મજાક નથી કરતો સિરિયસ કહું છું તમે ગીતો લખો. મે તેના ઉપર વિચારણા કરી અને પહેલું ગીત લખ્યું. જે હતું વર્ષ 2020માં એક ફિલ્મ રિલિઝ થયેલી ‘સફળતા 0 કિલોમિટર’ તે ફિલ્મનું મોસ્ટ પોપ્યુલર ગીતનો હું ગીતકાર બન્યો. ત્યારબાદ મારો આત્મવિશ્વાસ વધ્યો અને મે ગીત લખવાની સફર આગળ વધારી. ‘પ્રેમ ની’ ગીત મે વર્ષ 2017માં લખ્યું હતું. ત્યારે અમે તેને કમ્પોઝ કર્યુ. પછી લાંબા સમય સુધી તે પડ્યું રહ્યું. અચાનક થોડા સમય પહેલા મને થયું કે, આ ગીતને હું જ પ્રોડ્યુસ કરીશ અને હું જ ડિરેક્ટ કરીશ. અને આજે ગીત તમારી સામે છે. લોકો ખુબ પસંદ કરી રહ્યા છે તે સૌથી વધુ આંનદની વાત છે.

પ્રેમની ગીતની વિશેષતા વર્ણવતા નોંધી શકાય તેવા ઉત્સાહ અને રોમાંચ સાથે વૈભવ દેસાઈએ ધ ફુટેજ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ગીત લખવાં અને ડિરેક્ટ કરવા સમયે હું ચોક્કસ હતો કે મારે એવા પ્રેમની વાત કરવી છે જે ઉંડો અને અવિરત હોય. લગ્ન પછી પણ પ્રેમ અને આપસી સમજ કેમ અને કેટલા વધે છે એ બતાવવું છે. ગીતમાં પતિ પત્ની છે. જેમાં પતિ એક ગીત લખી રહ્યો છે અને આગળ લખી શકતો નથી. તેની પત્ની ક્લાસિક્લ ડાન્સર છે અને તે સિંગર છે. પોતાના પતિને લખવાની મથામણ કરતા જુવે છે અને તે વિચારે છે કે હું એવું કાંઇક ગાઉં કે જેનાથી મારા પતિને લખવાની પ્રેરણા મળે. ત્યારપછી તે મલ્હાર રાગ છેડે છે ત્યારે બહાર વરસાદ થાય છે. પત્નિ તેના પતિને કહે છે, “વરસાદ તને રૂબરૂ થવા આવ્યો છે.” આમ આ ગીતમાં પત્ની તેના પતિની પ્રેરણા બનીને પ્રેમવર્ષા કરતી જોવા મળે છે. એટલે કે પ્રેમનું પ્રેરણારૂપી સ્વરૂપ જોવા મળે છે.’ આ ગીત લવને ગાયું છે. લવન માટે હું એટલું જરૂર કહિશ કે ગુજરાતી અરિજિતસિંઘ છે. ફિમેલ ગાયક તરીકે કે.બી.વોઈસ છે. જે એક મરાઠી સિંગર છે. તેમને મલ્હારરાગની ઈફેક્ટ આપી છે. પ્રેમની વિશે, પોતાના વિશે વાત કરીને વૈભવ દેસાઈએ ‘ધ ફુટેજ’નો કળાને વિસ્તારવા નિમિત બનવા માટે, કલાકારો પ્લેટફોર્મ આપવા માટે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *