વૈશલ શાહ આ નામ ગુજરાતી સિનેમામાં પ્રોડ્યુસર તરીકે ખુબ જાણીતું છે. વૈશલભાઇનો જન્મ અમદાવાદમાં થયો છે અને તેમણે બિ.કોમ અને માસ કોમ્યુનીકેશનનો અભ્યાસ કર્યો છે. ગુજરાતી સિનેમાની જ્યારે નવી ઇનિંગની શરૂઆત થઇ તેમાં વૈશલભાઇનું ઘણું યોગદાન રહ્યું છે તેમની અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો આવી ચુકી છે. ૨૦૧૪માં આવેલી ‘છેલ્લો દિવસ’ તેમની પહેલી ફિલ્મ હતી અને દર્શકોને ગુજરાતી સિનેમાનું આ નવું રૂપ ખુબ જ ગમ્યું હતુ. જે ફિલ્મ આજે પણ લોકોને જોવી ખુબ ગમે છે. બચપણથી જ સિનેમાનાં માહોલ વચ્ચે તેમનો ઉછેર થયો છે તેમના પપ્પાનાં ફુઆનાં અમદાવાદમાં અઢાર સિંગલ સ્ક્રિન થિયેટર હતાં અને તેમનાં પપ્પા તે સમયનું ક્રુષ્ણ સિનેમા સંભાળતા. તેમના પપ્પાનો ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ હતો. એટલે બચપણથી જ તેમણે ફિલ્મની દુનિયા ખુબ નજીકથી જોયેલી. પરંતુ તેમના પપ્પા નહોતા ઇચ્છ્તા કે વૈશલભાઇ આ ફિલ્ડમા આવે. કેમ કે તેમનું માનવું હતું કે આ ખુબ રિસ્કી બિઝનેસ છે અને તેમણે વૈશલભાઇને ગ્રેજ્યુએશન પછી બિજો કોઇ બિઝનેસ જે જોબ લેવાનું સુચવ્યું.
એક ગુજરાતી ફિલ્મોનાં પ્રોડ્યુસર તરીકે તેઓ જાણીતા છે પણ આપને જાણી ને નવાઇ લાગશે કે જ્યારે ૨૦૧૪માં તેમની પહેલી ફિલ્મ આવી તે ત્યાં સુધી તેઓ એક રિયલ એસ્ટેટ કંપનીમાં માર્કેટીંગ હેડ તરીકે જોબ કરતા હતાં. તેમણે ફિલ્મોની શરૂઆત પહેલા આઠ વર્ષ જોબ કરેલ છે. ક્રીષ્નદેવ યાગ્નિક તેમના બચપણના મિત્ર છે તેઓએ એજ્યુકેશન સાથે લિધુ છે. ક્રીષ્નદેવને પહેલેથી મ્યુઝીકમાં રસ હતો અને તેઓ મુંબઇ સિફ્ટ થઇ ગયા. ક્રીષ્નદેવને સ્ક્રીપ્ટ લખાવાનો શોખ હતો અને એક હિન્દી ફિલ્મની સ્ટોરીને ગુજરાતીમાં બનાવવાનું નક્કી કર્યું અને તે જ ફિલ્મ હતી છેલ્લો દિવસ. વૈશલભાઇએ આ સાહસ માટે તેમના પપ્પાને રાજી કર્યા અને સફળતા આપણા સૌ સામે જ છે. આ ફિલ્મ માટે તેઓ કહે છે કે, આ પહેલા અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’ આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી અને તેઓ કહે છે કે આ ફિલ્મ એ અમારી ઇંસ્પીરેશન હતી. પણ છ સ્ક્રીપ્ટમાંથી આ ફિલ્મને યુથને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી. જેમાં તેઓ ઘણાં સફળ રહ્યાં. ત્યારબાદ તેમણે ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ‘વાંઢા વિલાસ’ ‘શું થયું’ આ ફિલ્મ પણ લોકોએ ખુબ પસંદ કરી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ખુબ સારો એવો બિઝનેસ કર્યો છે. હાલ તેઓ એક હિન્દી ફિલ્મ કરી રહ્યા છે જે ફિલ્મનું નામ છે ‘ચહેરે’ અને તે ફિલ્મનાં અભિતાભ બચ્ચન અને આંનદ પંડિત પ્રોડ્યુસર છે અને વૈશલભાઇ કો-પ્રોડ્યુસર છે. તે સાથે ગુજરાતી ફિલ્મની એક સ્ટોરી તૈયાર થઇ રહી છે.
ગુજરાતી સિનેમામા અર્બન ફિલ્મ અને રૂરલ ફિલ્મ માટે તેઓ કહે છે કે, જ્યારે અભિષેક જૈનની પહેલી ફિલ્મ આવી એ સમય પહેલા ગુજરાતી ફિલ્મોએ ઘણો નબળો સમય ફેસ કર્યો છે. અને આ નવી શરૂઆત અને આજનાં સમયની ફિલ્મ માટે એવો શબ્દ પ્રયોજવો પડ્યો, જેથી ગુજરાતી ઓડિયંસને એ કન્વેન્સ કરી શકાય કે આ નવા સમયની ફિલ્મ છે. તેઓ કહે છે કે, ત્યારબાદ એવો શબ્દ ના અભિષેકએ ના તો અમે વાપર્યૉ છે. આપણી ગુજરાતી સિનેમામાં અમે સૌ કોઇ સારા મિત્રો જ છીએ અને એ શબ્દો જાણે અજાણે પ્રવેશ્યા છે જેમાં અમે બધા જ પ્રયાસ કરી રહ્યા છીએ કે એવા કોઇ વાડા ઉભા ન થાય ન કોઇ ને મનદુખ થાય. એકબીજાને બનતી મદદ કરતા રહીએ છીએ. તેઓ ગુજરાતી સિનેમા વિશે કહે છે કે, અત્યારે ગુજરાતી સિનેમાનો ખુબ જ સારા સમય શરૂ થયો છે, નવા મેકર્સ આવી રહ્યા છે નવું ટેલેન્ટ આવી રહ્યું છે. હવે અલગ અલગ વિષયો સાથે ફિલ્મો આવી રહી છે જે ખુબ સારી વાત છે. અને હજુ પણ ઘણો ગ્રોથ થવાનો બાકી છે. જે રાતો રાત નથી થઇ જવાનો જેમા હજુ સમય લાગશે.
ગુજરાતી સિનેમાનાં પ્રોડ્યુસર તરીકે તેઓ કહે છે કે આપણે ત્યાં સિનેમા માટે રિસોર્સ ખુબ જ ઓછા છે. જેમ કે આપણી પાસે એક જ ગુજરાતી રિઝનલ ચેનલ છે એટલે એક રીતે રિસ્ક અને રિકવરીનાં ઓપ્શન ઘટી જાય છે જ્યારે બિજા સ્ટેટમાં આવી મર્યાદા નથી. સાઉથ કે મરાઠીમાં ચેનલો પણ વધારે છે. બિજી એક મહત્વની વાત ડિસ્ટ્રીબ્યુશન માટે અથવા ગુજરાતી ફિલ્મો ને શો નથી મળતાં એ સવાલ પુછ્તા તેઓ કહે છે કે આ તદન ખોટી વાત છે. શરૂઆતમાં કદાચ એવું બનતું હશે પણ છેલ્લા સમયથી કેટલીય ફિલ્મોએ ખુબ સારો બિઝનેસ કર્યો છે. ઘણી સારી ફિલ્મો ચાલી છે, મહત્વની વાત એ છે કે ફિલ્મ સારી બનાવશો તો તે ચાલશે અને લોકો જોવા આવવાનાં જ છે. ફિલ્મો જોવાશે તેનો ફાયદો સિનેમાઘરને થવાનો જ છે. તો આ વાતને તેઓ તદન નકારે છે કે એવી કોઇ વાત નથી.
આવનાર સમયમાં ગુજરાતી સિનેમાનો ઘણો સારો પ્રોગ્રેસ કરશે. આપણે ત્યાં એસ્ટાબ્લિસ પ્રોડક્શન હાઉસ હશે, નવા ચહેરાઓ આવશે નવા ટેલેન્ટ જોડાશે. હવે ઘણી ફિલ્મ એકેડમીઓ ખુલી રહી છે નવા લોકો જોડાય રહ્યા છે તો આવનાર વર્ષોમાં આપણી ઇન્ડસ્ટ્રી ઘણી આગળ વધશે તેવી આશા તેઓને દેખાય રહી છે.
લોકડાઉનનાં સમય માટે તેઓ કહે છે મારા માટે આ સમય એક રીતે તો ખુબ સારો રહ્યો છે જે સમય ફેમિલી અને મિત્રો નો નહોતો આપી શકાતો એ સમય આપ્યો છે. જે વિષયોમાં ધ્યાન નહોતું આપી શકાયું એમાં ખુબ ધ્યાન અપાયું છે. એક ખુબ લાંબા સમય પછી એક બ્રેક જેવું અનુભવાયું છે. ફિલ્મ સ્ક્રિપ્ટ માટે રાઇટર સાથે લાંબી ચર્ચાઓ થઈ શકી છે. મિત્રો સાથે અને સોશિયલ મિડિયા તરફ ધ્યાન અપાયું છે.
છેલ્લે ગુજરાતી દર્શકોને તેઓ કહે છે કે, અત્યારે આપણું સિનેમા આગળ વધી રહ્યું છે આવનાર સમયમાં હજુ પણ નવા વિષયો પર સારી ફિલ્મો આવશે તો આપનો પ્રેમ જાળવી રાખજો અને સ્ટાર કાસ્ટને કહે છે કે આપણે સૌ એક મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ થોડો બ્રેક લિધો છે થોડી પરેશાની પણ પડી રહી છે પણ હવે એટલી જ સ્પિડથી આપણે કામ કરવાનું છે આગળ વધવાનું છે.
ધ ફુટેજ વિશે તેઓ કહે છે કે આ ખુબ જ સારું માધ્યમ છે અને આગળ જતાં જેમ ગુજરાતી સિનેમા ગ્રોથ કરી રહ્યું છે તેમ ફુટેજ પણ આગળ વધે તેવી શુભેચ્છાઓ.
ધ ફુટેજ તરફથી અમે પણ વૈશલભાઇની જેમ આશા કરીએ છીએ કે, આવનાર સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ ખુબ જ આગળ વધે. મિત્રો આ એક ઉધ્યોગ છે અને જો આપણું રિઝનલ સિનેમા ગ્રોથ કરશે તેનો ફાયદો આપણી નવી જનરેશનને નવા ટેલેન્ટને થવાનો જ છે. અનેક લોકોને રોજગાર પુરું પાડવામાં સિનેમાનો ખુબ મોટો ફાળો હોય છે.