અત્યારે ગુજરાતી સિનેમા અનેક નવા પડકારો સાથે પ્રગતીનાં પથ પર છે. લગભગ આઠેક દાયકાઓ જુની આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અત્યાર સુધી અનેક ઉતાર ચડાવ જોયા છે. કહેવાય છે કે, કોઇપણ ક્ષેત્રની સફળતા કે નિષ્ફળતા તેની સાથે જોડાયેલા લોકો દ્વારા નક્કી થાય છે. હજુ ગુજરાતી દર્શકો પોતાની ભાષાની ફિલ્મો પ્રત્યે ઉત્સાહિત અને સકારાત્મક થયા નથી એ બાબત નકારી શકાય તેમ નથી, એનુ મુળભુત કારણ છે ખુદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો. આ બાબતે ગુજરાતી ફિલ્મ મેકર્સએ હજુ વધુ સજાગ અને ગંભીર અધ્યયનની આવશ્યકતા છે.
ફિલ્મો અને દર્શકો વચ્ચેનો નાતો કેવો છે એનુ ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું. થોડા સમય પહેલા જ બે ફિલ્મો આપના ધ્યાને આવી હશે જેમાની એક ફિલ્મ ‘ત્રણ એક્કા’ અને બિજી ફિલ્મ ‘હું અને તુ’ આ બન્ને ફિલ્મોની રિલીઝ ડેટ ચેન્જ કરવામા આવી છે. જો કે, ભલાઈ એમા જ હતી. પંરતુ એવું તે શું થયું કે, આ બન્ને ફિલ્મોએ પોતાની રિલીઝ ડેટ ચેન્જ કરવી પડી !? એનું પહેલું અને લગભગ મુખ્ય કારણ છે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ગદર 2’ અને બિજી ‘OMG 2’ આ બન્ને હિન્દી ફિલ્મોમાથી ગદર અત્યારે સિનેમા ઘરોમાં ગદર મચાવી રહી છે, એવામાં બિજા જ વિકમાં કે ત્રીજા કે પછી ચોથા વિકમાં જો ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય તો ગુજરાતી ફિલ્મ કોણ જોવા જાય !? આ મુળભુત કારણે ૧૮ મી ઓગષ્ટ એ રિલીઝ થનારી ‘ત્રણ એક્કા’ અને ૩૦મી ઓગષ્ટએ રિલીઝ થનારી ‘હું અને તુ’ આ બન્ને ફિલ્મોએ પોતાની રિલીઝ ડેટ ચેન્જ કરવાની ફરજ પડી છે. પ્રેક્ટિકલ કે સકારાત્મક વિચારીએ તો બન્ને ફિલ્મો માટે આ સારો નિર્ણય કહી શકાય. પંરતુ એક વાતને નકારી શકાય તેમ નથી કે હજુ ગુજરાતી સિનેમાએ આ આત્મવિશ્વાસ કેળવવાનો બાકી છે, કે કોઇપણ ફિલ્મો સામે ગુજરાતી ફિલ્મો ટકી રહેવા જેટલી સક્ષમ બને. આ સિનેમાનું સૌથી નબળું પાસુ ઉજાગર કરનારી ઘટના છે. અહીં એક બિજો નોંધવા જેવો સવાલ એ પણ ખરો કે, આપણા નિર્માતાઓ આવી બાબતોમાં અભ્યાસુ છે કે નહીં !? શું આ બન્ને હિન્દી ફિલ્મો ક્યારે રિલીઝ થવાની છે એ બાબતે તેમણે કોઇ સંસોધન કર્યું હતું કે નહીં !? અને જો કર્યું હતું તો શું ઓવર કોન્ફીડેન્સ હતો કે, ગદર સામે એમની ફિલ્મ ચાલી જશે !? એક મહિનાથી વધુ આ ગુજરાતી ફિલ્મો જ્યારે પ્રમોશન માટે પૈસા અને સમય વેડફી રહી હતી ત્યારે એમને એવો સવાલ થવો જોઇતો હતો કે કેમ !? અહીં તાર્કિક સવાલો ઘણા છે. પંરતુ આ ઘટનાથી બે બાબતો સામે આવે છે કે, ગુજરાતી ફિલ્મોએ હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. એ મેકીંગ સ્ટાઇલ અને પ્રોફેશનલ એપ્રોચ અને આત્મવિશ્વાસ કેળવવાનો પણ બાકી છે.
દર્શકોને નવરા હોય ત્યારે તો થિયેટર સુધી લાવવા કદાચ સરળ હશે પંરતુ એમની પાસે ઓપ્સન હોય અને તેમ છતાં એ ગુજરાતી ફિલ્મ જોવા થિયેટર સુધી દોડી આવે ત્યારે કહેવાશે સફળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અત્યારે એક નવો ટ્રેંડ જોવા મળી રહ્યો છે કે, જ્યારે ગુજરાતી સિનેમા માટે કશુ ન પચે એવું સત્ય લખવામાં આવે ત્યારે અમુક લોકોને ભારે અપચો મહેસુસ થવા લાગે છે. તો આપને જણાવીએ કે, ‘ધ ફુટેજ ’ સત્ય લખશે જ. અમે સિનેમાની ભુલો ને સિનેમા અને લોકો સામે અવશ્ય મુકતા રહીશું. કેમ કે, માત્ર પોતાની ભાષાની ફિલ્મો પ્રત્યે પોઝિટીવ રહેવા અને માત્ર વખાણ કરવા કે પ્રોસ્તાહિત કરવાથી સિનેમા ગ્રોથ કરશે એ વાત વધુ હાસ્યાસ્પદ છે. સિનેમાએ વધુ પ્રોફેશનલ અને પ્રેક્ટિક્લ થઇ ને પોતાની ખામીઓ ઉપર કામ કરવું આવશ્યક છે જ.