ગુજરાતી સિનેમાનાં નવા અધ્યાયની વાત આવે એટલે અભિષેક જૈનનું નામ અવશ્ય યાદ આવે. ગુજરાતી ફિલ્મોને નવા સ્વરૂપે લઇ જવામાં અભિષેક જૈનનો ફાળો અગત્યનો છે તેવું કહેવામાં કોઇ અતિશિયોક્તી નથી. અને ગુજરાતી એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઓટીટી પ્લેટફોર્મ પર લઇ જવામાં પણ તેઓ અગ્રેસર ભુમિકા ભજવી રહ્યા છે, જ્યાં તેઓ તાજેતરમાં ખુશી એડવર્ટાઇઝ સાથે મળીને ‘ઓહો’ ગુજરાતી એપ લઇને આવ્યાં. અભિષેક જૈન મુળ રાજસ્થાંનથી છે પરંતુ તેમનો જન્મ, ઉછેર અને શિક્ષણ ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં થયું છે. તેઓ કહે છે હું અંગ્રેજી મિડીયમમાં ભણ્યો એટલે ગુજરાતી ભાષા સાથે ખાસ સંબંધ હતો નહીં, પંરતુ મારા પપ્પા એવું કહેતા કે આપણે જ્યાં રહીએ છીએ એ પ્રાંતની ભાષા તો આપણને આવડવી જ જોઇએ. એ રીતે બચપણથી છાપું વાંચવાથી લઇને અન્ય પ્રવૃતીઓથી હું ગુજરાતી બોલતા, વાચતાં અને લખતાં શિખ્યો.

નાનપણથી જીવરામ જોષીનાં લખેલા નાટકોમાં જે તેમના પુત્ર ભાર્ગવ જોષી ડિરેક્ટર કરતાં અને તે બાળનાટકોમાં હું અભિનય કરતો. એ દરમિયાન ઘણા લોકોને મળવાનું થયું અને ઘણુ શિખવા ને સમજવા મળ્યું છે. એ દરમિયાનનો જે પ્રવાસ હતો તેમણે મને ભાષા અને ખાસ ઓડીયન્સ પ્રત્યેની સભાનતા કેળવી છે. કેમ કે ગુજરાતી સાથે છાપા સિવાસ કોઇ સપંર્ક હતો નહીં. મારા પરીવારને પણ ફિલ્મો સાથે કોઇ નિસ્બત હતી નહીં. મારા ફેમિલીનો બિઝનેસ જુદો છે.

ફિલ્મોની સફર વિશે તેઓ કહે છે કે, જ્યારે મે બીબીએ પુરૂં કર્યું ત્યારે મારી પાસે બે ઓપ્સન હતાં એક એમબિએ કરવું અથવા તો બિજું કશુ કરવું. તે સમય દરમિયાન છાપામાં એફટીઆઇની ફિલ્મ ડિરેક્શન માટે એક જાહેરાત જોઇ અને નક્કી કર્યુ કે, આ એક્સામ આપીશું. ત્યાંથી લાગ્યું કે આ દુનીયા કંઇક અલગ છે આમાં આગળ વધવુ જોઇએ. એ સમયમાં સુભાષ ઘાઇનાં એક ઇંસ્ટીટ્યુટમાં તેમણે મુંબઇમાં એડમિશન લિધું. આ વાત છે ૨૦૦૬ની ત્યારે તેઓ વિસ વર્ષનાં હતાં અહીંથી તેમની ફિલ્મોની સફર શરૂ થઇ. અહીં નોંધવા જેવી વાત એ છે કે, તેઓ પહેલેથી જ નિર્માતા તરીકે ફોકસ રહ્યા છે. તેઓ કહે છે કે ત્યારે હું સુભાષ ઘાઇનું નામ પણ જાણતો નહોતો. જે વિષય સાથે મારે કોઇ જ સબંધ નહોતો તેવી એક દુનિયામાં મારો પ્રવેશ થયો. મારા માટે મુંબઇ અને ફિલ્મો બિલ્કુલ નવા હતા. પણ ત્યારથી જ મારું ફોક્સ સતત ફિલ્મો રહ્યું છે. બે વર્ષ સુધી લગાતાર ફિલ્મોની દુનીયામાં રહ્યો, આ કોર્ષ પછી એવું વિચાર્યું હતું કે હવે કોઇને અસિસ્ટ કરીશું.

આ બે વર્ષનાં કોર્ષ અને તેના અલગ અલગ ભાષાની ફિલ્મોનાં અભ્યાસ પછી તેમણે જોયું કે, આપણી ગુજરાતી ફિલ્મો વિષે શું થઇ રહ્યું છે ને તેમાંથી એ સમયે જોયું કે ખુબ ઓછી ફિલ્મો અને ફિલ્મ વિશેનું સાહિત્ય ઉપલબ્ધ છે. આટલા મોટા સ્ટેટ અને તેમા પણ ફિલ્મ ક્ષેત્રમાં ગુજરાતીઓનો ખુબ મોટો ફાળો રહ્યો છે તેવામાં ગુજરાતીમાં આટલું ઓછું કામ કેમ થઇ રહ્યું છે તે વિચારથી  તેમને લાગ્યું કે ગુજરાતી ફિલ્મો માટે કામ કરવું જોઇએ. તેઓ કહે છે હું મારા અભ્યાસ દરમિયાન એ શિખ્યો છું કે, ફિલ્મો એ હોય જે તમે જિવ્યા છો. હું અમદાવાદી જ છું એટલે મે પહેલી ફિલ્મ ગુજરાતીમાં બનાવવાનું નક્કી કર્યું.

ફિલ્મ યુવરાજ અને બ્લેક એન્ડ વ્હાઇટ માં તેમને સૌથી પહેલા સુભાષ ઘાઇને અસિસ્ટ કર્યા છે ત્યારબાદ તેમણે સંજયલિલા ભણસાલી સાથે ગુજારીશ ફિલ્મ પણ કામ કર્યુ છે. અભિષેક જ્યારે કોલેજ કરી રહ્યાં હતા ત્યારે તેમની ઇચ્છા હતી કે, તેઓ આગળ અભ્યાસ માટે અમેરીકા જશે અને તે સમયે જે વાસ્તવિક અનુભવો થયાં તેમના મગજમાં સતત ચાલતું રહેતું. આ વિચારથી તેમની પહેલી ગુજરાતી ફિલ્મનું બિજ રોપાયું હતું તેવું કહી શકાય. ત્યારબાદ તેમણે મુંબઇથી પરત આવવાનું નક્કી કર્યું અને ગુજરાતી સિનેમા સાથે સફરની શરૂઆત થઇ.

અભિષેક જૈન ને આપ સૌએ રેડીયો મિર્ચીનાં એક શો પુરાની જિંન્સમાં પણ સાભળ્યાં જ હશે. તેમણે આરજે તરીકે ચારેક વર્ષ આરજે તરીકે જોબ કરેલી છે. તે સમય દરમિયાન‘કેવી રીતે જઇશ’અનિશ શાહ સાથે લખવાની શરૂઆત કરી જે તેમની પહેલી ફિલ્મ હતી. તેમની ૨૦૧૨માં ‘કેવી રીતે જઇશ’૨૦૧૪માં ‘બે યાર’૨૦૧૬ ‘રોન્ગ સાઇડ રાજુ’અને ૨૦૧૭માં શુભારંભ જેવી ફિલ્મો સુપરહિટ ફિલ્મો તેમણે આપી છે. એક ડિરેક્ટર તરીકે હું હમેશા એ વાતનું સતત ધ્યાન રાખું છું કે જે સ્ટોરી લખાયેલી છે તેને હું પુરી રીતે સમજી રહ્યો છું કે કેમ ? તેને હું પ્રોપર જસ્ટીફાય કરવાની કોશિષ કરૂં છું.

ગુજરાતી સિનેમાને લઇને તેઓ કહે છેકે, હજુ ઘણુ કામ કરવાનું બાકી છે, ફિલ્મ મેકીંગને લઇને આપણે ત્યાં પ્રોપર સ્ટ્રકચર ડેવલપ થવાનું બાકી છે. આપણે ત્યાંએ ઇકો સિસ્ટમની જરૂર છે. ગુજરાતી ઓડિયન્સને સારી ફિલ્મો આવે તો ચોક્કસ જોવી ગમે જ છે. આપણે ત્યાં ખુબ સારા કલાકારો છે પણ આપણે ત્યાં એ પ્રોફેશનલ માહોલનો અભાવ અથવા તો કહી શકાય કે તકો ઓછી હોવાનાં કારણે લોકો મુંબઇની રાહ પકડે છે. હજુ પણ આપણે ત્યાં ફિલ્મો એ પાર્ટટાઇમ પ્રોફેશન જેવું છે. અને જે દિવસ              આ ફુલટાઇમ પ્રોફેશન બનશે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બનશે. આપણે સારા કલાકારો અને નવા કલાકારોનો અભાવ જોવા મળે છે. આપણે ત્યાં સારી એક્ટિંગ સ્કુલોની અને પ્રોફેશનલ ફિલ્મી માહોલની જરૂર છે. આ વાત ફિલ્મો સાથે સંકળાયેલા લોકો અને ફિલ્મોમાં પોતાનું કરીયર બનાવવા ઇચ્છતા લોકોએ સકારાત્મક રીતે ધ્યાને લેવાની જરૂર છે.

ઓહો વિશે અભિષેક કહે છે કે, જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે જ મે અનુભવ્યું હતું કે આપણે ત્યાં અનેક વિષયો પર ફિલ્મો કે અન્ય કોંન્ટેટ બની શકે તેમ છે. તો ગામડાંઓથી લઇને ગ્લોબલ સુધીની વાર્તાઓ માટે આ પ્લેટફોર્મ ઉભુ કર્યુ છે, જેમાં ફિલ્મો સિવાય પણ ઘણું કોંન્ટેટ લોકો સુધી પહોંચાડી શકાય. અહીં નવા કલાકારો અને નવી વાર્તાઓ માટે ઘણો સ્કોપ છે. તેઓ કહે છે અમે લોકોને એ વાયદો કર્યો છે કે, દર દસમાં દિવસે નવું કોંન્ટેટ આપીશું એના પર વધારે ફોક્સ કરી રહ્યા છીએ.

ગુજરાતી દર્શકોને તેઓ કહે છે કે, અત્યારે જે પ્રેમ તમે પ્રાદેશિક ફિલ્મનો આપી રહ્યા છો તેમા વધારો કરજો. જે સારું આપી શકીએ તેમાં હજુ વધારે સુધારો કરીને સારું કામ કરવાની કોશિષ કરી રહ્યા છીએ. એટલે ગુજરાતી ફિલ્મો પ્રત્યે નિરાશાવાદી થવાની જરૂર નથી. વધારે લોકો આપણી ફિલ્મો જુએ તેવા પ્રયત્ન કરજો. આપણી ભાષાની ફિલ્મોને જે પ્રેમ આપી રહ્યાં છો એમાં વધારો કરતાં રહેજો એ જ મારો મેસેજ છે. ગુજરાતી ફિલ્મોમાં આવતાં નવા લોકોને તેઓ કહે છે કે, માત્ર ગ્લેમર જોઇને કે પેશનેટ હોવાથી આ ઈન્ડસ્ટ્રીમાં આવવું જરૂરી નથી. આ ખુબ પેશન માગી લેનારું ફિલ્ડ છે. ખુબ મહેનત અને પોતાના કામ પ્રત્યે ઇમાનદારી માગી લેનારું ફિલ્ડ છે.

ધ ફુટેજ વિશે તેઓ કહે છે. ઘણા માધ્યમો છે જ્યાં ગુજરાતી સિનેમા અને કલાકારોની વાત લોકો સુધી પહોંચે પણ ધ ફુટેજ એ ખુબ ઉંડાણમાં જઇ તેમના વિશે વાત કરનારા માધ્યમો માંનુ એક છે. જે રીતે તમે મને પ્રશ્નો પુછ્યા એવું ઘણા વર્ષ પહેલા મે અનુભવ્યું હતું. એટલે ધ ફુટેજ એક કલાકાર વિશેની સચોટ માહિતી માટેનું ઉતમ માધ્યમ છે.

મિત્રો, આપને અભિષેક વિશે અનેક વાતો અને તેમના વિચારો જાણીને આનંદ થયો હશે. તેમની વાતો અને આ આર્ટીકલ વિશે આપ કોઇ પ્રતિભાવ આપવા ઇચ્છતા હોય અથવા અભિષેક જૈન સુધી આપની કોઇ વાત પહોંચાડવા ઇચ્છતા હોય તો અમારી વેબસાઇટ પર જઇને અમને મેસેજ કરી શકો છો. આપનો પ્રતિભાવ અચુક આપશો.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *