આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી તેમજ હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, એશા કંસારા, તર્જની ભાડલા, ચેતન દૈયા પણ સહ કલાકારો છે અને રાજેશ શર્મા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મ ૧૮મી ઓગસ્ટે રિલીઝ થશે.
ફિલ્મનું ટ્રેલર ૨૧મી જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું અને જે કોમેડી પંચથી ભરપૂર છે.
જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા’ની જાહેરાત થઈ હતી ત્યારથી, ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે અને હવે જયારે ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે ટૂંક સમયમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે.
આનંદ પંડિત કહે છે, “ફિલ્મની કાસ્ટ અંગેની જાહેરાતે જ જોરદાર ધૂમ મચાવી હતી અને હવે ટ્રેલરે ઉત્સુકતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં દર્શકોને પણ વાર્તાનો ખ્યાલ આવી ગયો હશે જે ત્રણ અજાણ્યા યુવાન છોકરાઓની આસપાસ ફરે છે જે એક સરળ-મધ્યમ-વર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનો પ્લોટ ખુબ જ મનોરંજક છે.”
નિર્માતા આનંદ પંડિતની “ફક્ત મહિલાઓ માટે” અને “ડેઝ ઓફ ટફરી” પછી વૈશલ શાહના જનનોક ફિલ્મ્સ સાથે આ ચોથી ફિલ્મ છે અને તેઓ કહે છે, “અમને બંનેને પારિવારિક મનોરંજન આપતી ફિલ્મો માટે સમાન પ્રેમ છે અને અમે આ ફિલ્મ બનાવવા માટે એકસાથે ઘણો સારો સમય પસાર કર્યો.” વૈશલ શાહ વધુમાં જણાવે છે, “અમે એક સારુ અને મનોરંજક સિનેમા પાછું લાવવા માંગીએ છીએ જે સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે અને અમારા પરથી જોઈ શકાય છે કે આ ફિલ્મ શુદ્ધ મનોરંજનથી ભરપૂર છે.