24 વર્ષની ઉંમરે પોતાનું મોડેલિંગ કરીયર શરૂ કરનાર અને ત્રણ વર્ષ જેવા ટુંકા ગાળામા સફળ મોડેલ તરીકે ઉભરી આવનાર મોડેલ ધર્મિકા દવે ધ ફુટેજ સાથેની મુલાકાતમાં ગુજરાતી ફેશન ઇન્ડસ્ટ્રી અને પોતાના અનુભવો વિશે જણાવે છે. ધર્મિકાના જ શબ્દોમાં તેમની સફર વિશે જાણવું તેમના ચાહકોને જરૂર ગમશે.
એક પ્રભાવશાળી મોડેલ અને એક ઉમદા વ્યક્તિત્વ એવા ધર્મિકાએ ધ ફુટેજ’ને તેના મોડેલિંગ કરીયર તેમજ પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મને અભ્યાસમાં ખૂબ ઓછો રસ હતો. મને સ્ટડી કરતા ઈતર પ્રવ્રુતિ અને ખાસ કરીને મોડેલિંગ તેમજ એક્ટિંગનો જબરો શોખ હતો. એ વાતે નિશ્ચિત હતી કે, મારે મોડેલિંગમાં જ મારું કરીયર ડેવલપ કરવું છે. હું અમદાવાદમાં જન્મી છું અને મોટી થઈ છું એટલે પરિવારમાં પણ મોડેલિંગ ક્ષેત્રને લઈને ક્યારેય કોઇ બંધન રહ્યા નથી. મને હંમેશા છુટ હતી કે હું મને ગમતું ક્ષેત્ર અપનાવી શકું છું. મે માસ્ટર સુધીનું સ્ટડી કર્યું અને ત્યારબાદ પપાના ઈન્ટરનેશનલ ટ્રાવેલ બિઝનેસમાં તેમને મદદ કરવા લાગી. આ દરમિયાન હું બિઝનેસ ક્ષેત્રમાં સારું પર્ફોમ કરતી પરંતુ મારું મોડેલ બનવાનું સપનું મારાથી દૂર જઈ રહ્યું હતું. જે મને મંજુર નહોતુ. બિઝનેસમાં સાત આઠ વર્ષ જેટલો સમય આપીને બિઝનેસ સફળ કર્યો અને ત્રણ વર્ષ પહેલા જ મારા મોડેલિંગ કરીયરની શરૂઆત કરી.
જ્યારે ધર્મિકાને પૂછ્યું કે, તમે મોડેલિંગ કરીયરની શરૂઆત ખૂબ મોડી કરી છે તો શું તેની નેગેટીવ અસર તમારા કરીયર ઉપર પડી છે? ત્યારે ધર્મિકાનું કહેવું હતું કે બિલકુલ નહીં. મે જ્યારે મોડેલિંગ ઈન્ડસ્ટ્રી જોઇન કરી ત્યારે મારા મનમાં પણ ખૂબ ડર અને કેટલીક માન્યતાઓ હતી પરંતુ એ દરેક ખોટી પડી છે. ઈવન આજ સુધી મારે એક પણ પ્રકારનો પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો નથી. સતત મારી પાસે કોઈને કોઈને પ્રોજેક્ટ આવ્યા જ કરે છે. મોડેલિંગ સાથે સાથે મને એક્ટિંગનો શોખ છે પરંતુ ટ્રાવેલ બિઝનેસ અને મોડેલિંગના કારણે હું એક્ટિંગમાં ફોકસ કરી શકતી નથી. એટલો સમય જ ફાળવી શકતી નથી. જો કે ખૂબ એડજસ્ટ કરીને મે શોર્ટ ફિલ્મ અને વેબસિરિઝમાં થોડું કામ કરવાનું શરૂ કર્યું છે. ભવિષ્યમાં હું સિરિયલ કે ફિલ્મ કરી શકું છું પરંતુ મારી પ્રાયોરીટી મોડેલિંગ જ રહેશે. મને મોડેલિંગ સૌથી વધુ ગમે છે. નાનપણમાં હું ફેશન બાબતે હંમેશા સજાગ રહેતી અને તૈયાર થવાનો શોખ હતો. મોડેલિંગ ઈંડસ્ટ્રીમાં ત્રણ વર્ષ જેવા ટુંકા ગાળામાં એક ચોક્કસ સ્થાન મેળવવામાં સફળ રહેવા બાબતે પુછવામાં આવતા ધર્મિકાનું કહેવું હતુ કે અહીં લોકો વાસ્તવમાં ખૂબ સપોર્ટીવ છે. જો તમારું ફિગર બરાબર છે અને તમે મહેનત કરવા તૈયાર છો, તમારા નવું શીખવાની અને કશુક કરવાની ધગશ છે, આત્મવિશ્વાસ છે તો તમે કોઈપણ ઉંમરે મોડેલ બની શકો છો, ગારમેન્ટસ અને જ્વેલરી માટે અનેક શુટ કરી ચુકેલ ધર્મિકા મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં આજે એક મજબૂત સ્થાન ધરાવે છે અને અનેક લોકોની પ્રેરણા છે. ન્યુ કમરને શું મેસેજ આપશો એ વાત પુછાઈ ત્યારે ધર્મિકાનું કહેવું હતું કે, નવું શીખતા રહો. હું અત્યારે પણ અનેક ઓનલાઈન કોર્સ કરું છું. રોજ નવું શીખું છું. જો તમે તમારી આવડત વધારશો તો તમને દરેક ક્ષેત્રમાં કોઈ પણ સમયે સફળ થતા કોઈ નહીં રોકી શકે. આથી તમારી જાતમાં વિશ્વાસ રાખી નવું શીખીને સખત મહેનત કરો. ‘ધ ફુટેજ’ વિશે ધર્મિકા કહે છે કે,‘ધ ફુટેજ’ નવા લોકો માટે આત્મવિશ્વાસ વધારતું એક પ્લેટફોર્મ છે અને આવનારા સમયમાં ફૂટેજ લાખો લોકોની પ્રેરણા બને એવી જ શુભેચ્છા પાઠવી હતી.