ચાર્મી જાનીએ ધ ફૂટેજ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું 12 વર્ષની હતી ત્યારથી મારે એક્ટર બનવું હતું. શરૂઆતનો સંઘર્ષ ઘરથી જ શરૂ થયો હતો. કદાચ ગુજરાતમાં હજુ પણ ફેશન અને ફિલ્મ માટે લોકો થોડા નકારાત્મક વિચારો ધરાવે છે. મારું એજ્યુકેશન અમદાવાદમાં થયેલું. સ્કૂલ અને કોલેજ દરમિયાન મે એક્ટર બનવાનું જ સપનુ જોયેલું, પરંતુ ઘરમાંથી ના હોવાથી મે એરહોસ્ટેસ અને ફેશન ડિઝાઇનર બનવાનું વિચાર્યું હતું. આ દરમિયાન મને જ્યારે તક મળતી ત્યારે હું એક્ટિંગ કરી લેતી અને મારા અભિનયના ખૂબ વખાણ થતા. એટલે મારા મનમાં એક્ટિંગ કરવાનું ઘુંટાતું રહેતું. એક દિવસ મે ઘરમાં કહી દીધું કે, મારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ આગળ વધવું છે. તો ઘરમાંથી એક શરત રાખવામાં આવી કે, તારે એક્ટિંગ કરતા પહેલા બીટેક એન્જિનિયરીંગ કરવાનું રહેશે. મે બીટેક શરૂ કર્યું અને થોડા સમયમાં મીસ ગુજરાતમાં ભાગ લીધેલો. ત્યારે તેમાં પાર્ટીસીપેટ કરીને મે ઘરમાં વાત કરી. એટલે મમ્મીએ શો જોવા આવેલા. ત્યારબાદ નાનું મોટું મોડેલિંગ શરૂ કર્યું અને દરેક જ્ગ્યાએથી મારા કામના વખાણ થતા એટલે પેરેન્ટસને એવું લાગ્યું કે, આ ફિલ્ડમા હું કંઇક કરી શકું તેમ છું. જો કે મારા મમ્મી પપ્પાના મનમાં આ ઈન્ડસ્ટ્રીને લઈને ડર હતો કે, હું ક્યાંક ફસાઈ જઈશ તો? મા બાપને આવી ઇનસિક્યોરીટી હોવી સ્વાભાવીક છે.
ચાર્મીને પોતાના મોડેલિંગ અને એક્ટિંગ કરીયર વિશે જણાવે છે કે, ‘મારી શરૂઆત મોડેલિંગથી થયેલી અને મારે એક્ટિંગ કરવી હતી એટલે મમ્મીને કહ્યું મારી હેલ્પ કરોને કોઈ કોન્ટેક શોધવામાં ત્યારે મારા મમ્મીએ મારા એક ભાઈને વાત કરી. ત્યારે ભાઈ ‘ટીચર ઓફ ધ યર’ ફિલ્મ બનાવી રહ્યાં હતાં. એ ફિલ્મમાં હું બરાબર ઓડિશન આપી શકી નહીં. જો કે બાદમાં મે ફરીથી ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ. મે મારા કરીયરની શરૂઆત 2014થી કરેલી અને અત્યાર સુધીમાં બે ફિલ્મો કરી છે. હજુ ઘણી લાંબી સફર ખેડવાની બાકી છે. હું આ ફિલ્ડમાં આગળ વધવા ખુબ મહેનત કરી રહી છું અને કન્ટીન્યુ ટ્રાય કરતી રહીશ. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પુછતા ચાર્મીનું કહેવું છે કે, ‘છોકરીઓ માટે આ ફિલ્ડ ખૂબ સ્ટ્રગલથી ભરેલું છે. જુનિયર આર્ટીસ્ટને સિનિયર જેટલું મહત્વ આપવાની વાતો કરવામાં આવે છે પરંતુ એટલું મહત્વ આપવામાં આવતું નથી. એક રીતે સારા કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવે એવું બનવુ જોઇએ. ગુજરાતી ફિલ્મો હવે સારી આવી રહી છે પરંતુ હજી ઘણું કામ કરવાનું બાકી છે. ગુજરાતી ફેશન ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા ચાર્મીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં ગલી ગલીમાં મોડલ છે. કોલોબ્રેશન અને મફતમાં કામ કરાવવાની વૃત્તિ વધારે જોવા મળે છે. ‘ધ ફૂટેજ’ નો ખાસ આભાર માનતા ચાર્મીએ કહ્યું હતું કે, હું ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બનવા ઈચ્છું છું, આ ગુજરાતી એન્ટરટેનમેન્ટ મેગેઝીન મારા જેવા અનેક નવા કલાકારો માટે એક માધ્યમ બની રહ્યું છે, એ માટે ‘ધ ફૂટેજ’ નો સ્પેશિયલ આભાર વ્યક્ત કરૂં છું. ધ ફુટેજ તરફથી પણ ચાર્મી ને આવનાર ભવિષ્યની શુભેચ્છાઓ.