ધ ફૂટેજમાં અત્યાર સુધી કવર સ્ટોરીમાં ઘણા નામી ચહેરાઓ અને ગુજરાતી અભિનેત્રીઓ પ્રકાશિત થઇ છે. આજે આ કવર સ્ટોરીમાં ખાસ વાત એ છે કે, ખુબ નાની વયે ઘણી મોટી સફળતા મેળવનાર આકાંક્ષા અનેક લોકો માટે એક ઇન્સપાયર સ્ટૉરી છે. તેમની સાથેની મુલાકાતમાં મને સહેજ પણ એવું ન લાગ્યું કે તેમની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની જ છે. ગુજરાતની ફેશન ઇન્ડસ્ટ્રીમાં તેઓને સૌ આલીયાનાં નામે ઓળખે છે. તેમણે માત્ર ૧૪ વર્ષની વયે ફેશન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

આકાંક્ષા આચાર્ય મુળ ઓડિશાથી છે પણ તેઓ ઘણાં વર્ષથી અમદાવાદમાં જ રહે છે તેઓનો ઉછેર ગુજરાતમાં જ થયો છે. અમદાવાદની તુલીપ ઇન્ટરનેશનલ સ્કુલથી તેઓએ બારમાં ધોરણનો અભ્યાસ કર્યા પછી હાલ તેઓ કોસ્મેટૉલોજી ભણી રહ્યાં છે. જે સ્કીન કેર અને ટ્રિટમેંન્ટ માટેનો કોર્ષ છે. ખુબ નાની વયે ફેશન ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરનાર આલીયાને એક મિત્રએ ફોટોશુટ માટે કહ્યું હતું ત્યારે તે માત્ર બાર વર્ષની હતી. એ ફોટો ખુબ જ સારા આવ્યા અને લાગ્યું કે આ કામ કરવા જેવું છે. બચપણથી જ તેમને ફોટો અને ગ્લેમર પ્રત્યે લગાવ હતો. તેઓ કહે છે કે, નાની વયે કોઇ કામ મુશ્કેલ નથી હોતું બસ તેને ખુબ પેશન અને ડેડિકેશનથી કરવાની જરૂર હોય છે. આજે તેમને ફેશનમાં પાંચ વર્ષ થયા છે. તેઓ કહે છે કે હવે મને લાગે  છે કે, આ મારૂં પ્રોફેશન છે ને હું આ ફિલ્ડમાં ખુબ આગળ વધવા ઇચ્છું છું.

આકાંક્ષા આચાર્ય-આલિયાનો કે ફોટો ઇટલીનાં એક મેગેઝીનમાં કવર પેજ પર છપાયેલ છે. તે ખુબ જ મોટી વાત કહેવાય. તેઓ પોતાનાં ફોટોગ્રાફમાં ખુબ જ મેચ્યોર લાગે છે અને એવો જ એનો સ્વભાવ પણ છે. ફેશન ઇન્ડસ્ટ્રી વિશે તેઓ કહે છે કે, હવે ઘણો ફેરફાર થયો છે અને પ્લેટફોર્મ વધી ગયાં છે. રિયલ ટેલેન્ટને સ્થાન મળવા લાગ્યું છે ને આસાનીથી આવા વ્યક્તિઓને એ પ્લેટફોર્મ મળી જાય છે. આ ઇન્ડસ્ટ્રી ખુબ જ આગળ વધી રહી છે. ગુજરાતમાં ખુબ જ ટેલેન્ટ છે તેમને હજુ પણ વધારે કવરેજ મળવું જોઇએ. મને આ ફિલ્ડ પ્રત્યે ખુબ જ પ્રેમ છે જેનાથી મને આટલી ઓળખ મળી છે.

તેઓએ લગભગ બધા જ પ્રકારનાં શુટ કર્યા છે ઇન્ડિયન વેર, વેસ્ટર્નવેરથી લઇને બિકની શુટ, કેલેન્ડર અને બોલ્ડ શુટ પણ કર્યા છે. આકાંક્ષા મોટાભાગે ડિઝાઇનર અને બ્રાંન્ડ માટે શુટ કરે છે. તેઓ કહે છે કે, મોડલિંગ  ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને ઘણી એક્સપ્લોર કરવી જોઇએ. કોઇપણ મોડેલ માત્ર એક પ્રકારનાં કોસ્ટ્યુમમાં સારા લાગે છે તેવું નથી હોતું. અલગ અલગ પ્રકારનાં શુટમાં પોતાને ઢાળવાની કોશિષ કરવી જોઇએ. આકાંક્ષાએ ઘણી મોટી બ્રાંન્ડ લેક્મે અને રિલાયન્સ માટે પણ શુટ કર્યા છે. તેઓ મોટાભાગે હાઇફેશન શુટ કરે છે. તે રેમ્પ શો પણ કરે છે અને ફેશન શો કોરિયોગ્રાફ પણ કરે છે.

આકાંક્ષાને ગયા વર્ષે ‘મિસ ટીન ઇન્ડિયા સુપર ટેલેન્ટ’ નું નેશનલ ટાઇટલ મળેલું છે. તેઓ લોકડાઉન પહેલા ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાં સાઉથ કોરીયા જવાનાં હતા. આ તેમનાં જીવનની બેસ્ટ મોમેન્ટ છે. તેઓ આ માટે દિલ્લીનાં એક શો ભાગ લીધો હતો અને તે આ શો નાં વિનર બન્યા હતાં. ને હવે ઇન્ટરનેશનલ પેજેન્ટ શોમાં તેઓ મિસ ટીન સુપર ટેલેન્ટ તરીકે સાઉથ કોરીયા જવાનાં છે.

આકાંક્ષા આગળ પોતાનાં કરિયરમાં એક ફિલ્મ સ્ટાર અને રોલ મોડેલ બનવા ઇચ્છે છે. તેઓ કહે છે કે, હું એ સાબિત કરવા ઇચ્છું છું કે તમારી ઉંમરને સફળતા સાથે કોઇ લેવા નથી અને એ મેટર નથી કરતું. ઘણાં લોકો આજીવન સફળ નથી થઇ શકતાં. હું મારા કામને લઇને ખુબ જ ડેડીકેટેડ છું અને સફળતા માટે તે ખુબ જરૂરી છે. તેઓને એમટીવીનાં શો માટે ઓફર મળી રહી છે. તેઓ ગુજરાતી સિનેમાથી પણ ખુબ પ્રભાવિત છે અને કહે છે કે મને થોડા સમય પહેલા ઓફર મળી હતી પણ ત્યારે હું કરી ન શકી પણ હવે મળશે તો ચોક્કસ કરવા ઇચ્છીશ.

છેલ્લે આકાંક્ષા ધ ફુટેજ નો આ કવર સ્ટોરી માટે આભાર પ્રગટ કરે છે. આવનાર સમયમાં તેઓ ખુબ આગળ વધે અને તેમના સપનાઓ પુરા કરી શકે તેવી ધ ફુટેજ તેમને શુભેચ્છાઓ પાઠવે છે. અહીં એક વાત અમે ખાસ કરવા ઇચ્છીએ છીએ કે આકાંક્ષાની જેમ જ આપનાં બાળકોનાં પણ અનેક સપનાઓ અને ટેલેન્ટ હશે તેમને સપોર્ટ કરીને તેને પુરા કરવા તેમને ખુલ્લુ આંકાશ આપો પછી જુઓ તેઓ કેટલી ઉચાંઇ સુધી ઉડી શકે છે.      ‌‌

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *