રેવંત પોતાની સ્ટ્રેન્થ અને પોતાના અનુભવ સાથે એ પણ કહે છે કે, હા ચોક્ક્સ મને સારાભાઇ ફેમિલિનાં નામનો ફાયદો થયો હશે કેમ કે લોકો મળતાની સાથે તેમના મગજમાં પહેલી ઇમ્પ્રેશન એ હોય છે એવું પણ કહી શકાય કે કદાચ આ ફેમિલિમાં હું ન હોત તો મને એટલું મહત્વ ન પણ મળ્યું હોત. પણ એ સાથે વધારે મહત્વની વાત એ પણ છે કે મારામાં શું કલા છે, હું શું કરી શકુ તેમ છું, મારા પરિવારે હમેશા એ વાત ને મહત્વ આપ્યુ છે. દર્પણમાં જ્યારે બિજા લોકો સાથે મારે પ્રેક્ટીસ કરવાની થતી ત્યારે તેમના મમ્મી હમેશા એવું કહેતા કે બિજા લોકોથી વધારે તારે મહેનત કરવી પડશે. રેવંતનાં કરિયરની શરૂઆત એક ડાન્સર તરીકે થઇ છે અને તે પણ ભરતનાટ્યમમાં. આ ક્ષેત્રમાં તેમનો ખુબ બહોળો અનુભવ રહ્યો છે. અને મૃણાલીબેનનું આ ડાંન્સ ફોર્મમાં વિશ્વ લેવલે ખુબ મોટું નામ રહ્યું છે એ જોતાં એવું પણ કહી શકાય કે રેવંત પર ખુબ મોટી જવાબદારી પણ રહી છે. ઘણા કાર્યક્રમોમાં જ્યારે રેવંતનું પરફોર્મન્સ હોય ત્યાં એક વાત હમેશાં ધ્યાનમાં લેવાતી રહી કે, મૃણાલીબેનનો ગ્રાન્ડ સન પરફોર્મન્સ આપવાનો છે તો જોઇએ તેમાં શું છે તો આ વાત સાથે એક પ્રેસર એક ખુબ મોટી જવાબદારી રેવંત પર રહી છે. પરંતુ તેઓ કહે છે કે મને  પરિવાર તરફથી એવું પ્રેસર ક્યારેય રહ્યું નથી. મને પરિવારે હમેશાં એવું જ કહ્યું છે કે તને ગમે તો જ તું કર પણ મહેનત કરવી પડશે. અને તેમાં મે પુરતું ધ્યાન આપ્યું છે. અત્યાર સુધીમાં તેમને ભરતનાટ્યમમાં ત્રીસ બત્રીસ વર્ષ થઈ ગયાં આજે પણ તેઓ એટલી જ પ્રેક્ટીસ કરે છે અને કહે છે કે કદાચ મારા નાની કે મારા મમ્મીનાં લેવલ સુધી પહોંચવાનો મે હમેશા પ્રયાસ કર્યો છે અને હું મારા કામને પુરતો ન્યાય આપી શક્યો છું જેમાં હું પુરી રીતે સતુંષ્ટ છું. અને તે સાથે એક નોર્મલ માનસિકતા પણ જોડાયેલી છે કે ક્લાસિકલ ડાંન્સ ફોર્મ એ માત્ર ફિમેલ ડોમેઈન છે પણ મને ક્યારેય એવું લાગ્યું નથી. મે બચપણ ક્લાસિકલ ડાંન્સમાં ખુબ સ્ટ્રોંગ મેઇલ ડાંન્સર જોયા છે.

રેવંત ઘણા વર્ષોથી તેઓ નાટકો સાથે પણ જોડાયેલા રહ્યાં છે. તેમણે એ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે તેઓ કહે છે મે ગુજરાતી કમર્શિયલ નાટકોથી વિશેષ અંગ્રેજી નાટકો અને એક્સ્પિરીમેન્ટ ડ્રામામાં ઘણું કામ કર્યુ છે. કેમ કે દર્પણમાં આ ડિપાર્ટમેન્ટ શરૂ થયું ત્યારથી હું નાટકો સાથે જોડાયેલો રહ્યો છું. તેર વર્ષની ઉંમરે તેમણે ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે એક્ટિંગની શરૂઆત કરી હતી. તે સિરિયલ હતી અગનપંખી. ત્યારબાદ તેમને પહેલી ફિલ્મ ઓફર થઇ ૨૦૧૪માં અને તે ફિલ્મ હતી પાઘડી. ત્યારબાદ ‘ઓ તારી’, ‘ધંત્યા ઓપન’ ‘મિજાજ’ અને મારા ‘પપ્પા સુપર હિરો’ જેવી ફિલ્મોમાં તેઓ કામ કરી ચુક્યા છે. આ ફિલ્મનું શુટિંગ હમણા લોકડાઉન પહેલા જ પુરૂં થયું છે. તેઓ કહે છે કે નાટકો કરતા ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ ખુબ સારો રહ્યો છે તેમાં ઘણું શિખવા મળ્યું છે. મે ફિલ્મોમાં હમેશા એ વાત પર ધ્યાન આપ્યું છે કે આ ફિલ્મથી સમાજમાં કેવો મેસેજ જઇ રહ્યો છે. કારણ કે હું એવું માનું છું કે ફિલ્મ એ કોઇ વાત પહોચાડવાનું ખુબ મોટું માધ્યમ છે. અને હું તેમા હમેશા સતર્ક રહું છું. એટલે મારા માટે હમેશા એ વાત ખુબ મહત્વની રહી છે કે એ ફિલ્મથી સમાજ પર કેવી અસર પડવાની છેમ શું મેસેજ પહોંચી રહ્યો છે.

તેઓ ગુજરાતી સિનેમા વિશે કહે છે કે, એક સમય પછી હવે ગુજરાતી સિનેમાનો એક નવો દોર શરૂ થયો છે. અને ફિલ્મો ખુબ સારી બની રહી છે પણ ઘણા પ્રોફેશનલ થવાની જરૂર છે. ઘણા નવા વિષયો આવી રહ્યા છે જે ખુબ સારી વાત છે. અને હું જે કામ કરવા ઇચ્છું છું એવી વાર્તા મને ઓફર થઈ નથી તો એ માટે મે લખવાની શરૂઆત કરી છે. થોડી શોર્ટ ફિલ્મ લખી છે અને બે વર્ષથી એક ફિચર ફિલ્મ લખી રહ્યો છું. મારા માટે સિનેમા એ એવું માધ્યમ છે જે એક માસ ઓડિયંસ સુધી એક મેસેજ એક વાત પહોંચાડે છે અને તેની અસર ઉદભવે છે. હું સિનેમાને એવા દ્રષ્ટીકોણથી જોઇ રહ્યો છું.

તેઓ છેલ્લે એક ખુબ મહત્વની વાત કહે છે કે મારા માટે સક્સેસનો મતલબ એ માત્ર પૈસા કે ફેમ નથી થતો, મારા માટે મહત્વનું એ છે કે તમે જે કામ કરી રહ્યા છો એ કામ તમને કેટલું ગમે છે તમને કેટલી ખુશી આપે છે. અને તે સાથે મારા પરિવારમાંથી હું એ શિખ્યો છું અને મારા મગજમાં હમેશાં એ રહ્યું છે કે મે બિજા માટે શું કર્યું, મે દેશ, સમાજ અને માનવતા માટે શું કર્યું હું એ વાત ને હમેશાં મારા ધ્યાનમાં રાખુ છું.

તેઓ ધ ફુટેજ માટે કહે છે કે, અત્યારે ગુજરાતી સિનેમા જેમ આગળ વધી રહ્યું છે તેમા મિડિયાનો પણ ખુબ મહત્વનો રોલ હોવાનો તો આ મેગેજીન પણ આગળ વધતું રહે તેવી શુભેચ્છાઓ.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *