મોડલ જ્હાનવી એ ‘ધ ફૂટેજ’ સાથે તેના મોડેલિંગ કરિયર વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમના મમ્મી પ્રિન્સિપલ છે અને પપ્પા બિઝનેસમેન છે તેમના ઘરમાંથી ફિલ્મ જગત સાથે કે મોડેલિંગની દુનિયા સાથે સંકળાયેલું હોય એવું કોઈ નથી છતાં પણ મમ્મી-પપ્પા નો સાથ સહકાર ખૂબ જ મળતો હોવાથી તેવા મોડેલિંગની દુનિયામાં આગળ વધી રહ્યા છે અને હવે થોડા ઘણા સફળ થયા હોય એવું પણ તેમને લાગે છે. જ્હાનવીની શરૂઆત પણ અન્ય લોકોની જેમ સંઘર્ષ ભરી રહી છે પરંતુ સતત મહેનતનાં કારણે તેઓ આજે ફેશન ક્ષેત્રમાં ઘણું કામ કરી રહ્યા છે.
નાનપણથી જ દેખાવમાં આકર્ષક જ્હાનવી એ ઓનલાઇન તેના કેટલાક ફોટોઝ અને વિડિયો શેર કરેલા જે જોઈને તેમને સૌથી પહેલા મ્યુઝિક આલ્બમ માટે ઓફર મળી, ત્યારબાદ તો એક પછી એક પ્રોજેક્ટ મળતા ગયા અને તેમના ટેલેન્ટને નવા રસ્તાઓ મળતા રહ્યા, ધીમે ધીમે લોકચાહના મળતી થઇ છે. મહેસાણામાં જેવા નાના ટાઉનથી સપના સાકાર કરવા માટે અમદાવાદની વિશાળ દુનિયામાં તેઓ સંઘર્ષ કરતા રહ્યા છે.
જ્હાનવીએ ગુજરાતી ગ્લેમર વર્લ્ડ વિશે વાત કરતા જણાવ્યું કે, મોડેલિંગ ની દુનિયા હોય કે અભિનયની દુનિયા હોય અહીં તમારા કોન્ટેક ખૂબ મહત્વના છે. તમારું કામ પછી બોલશે પરંતુ તમારી પાસે કોન્ટેક હશે તો તમને કામ મળશે. ગેટ ટુ ગેધર કરવા, પાર્ટીઓમાં જોવું અને લોકો સાથે સંબંધ જાળવી રાખવા તે આ ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે પાયાની બાબતો છે. ત્રણ વર્ષમાં તેઓ એટલું શીખ્યા છે કે આ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે કોન્ટેક મહત્વના છે. ઉપરાંત હવે લોકો આ ઇન્ડસ્ટ્રીને એક કામની દ્રષ્ટિએ જ જોતા થયા છે. પહેલા એવું હતું કે ગ્લેમર વર્ડની ગર્લ્સ ક્યાં જઈને શું કરતી હોય કોણ જાણે પરંતુ હવે એવી બાબતોની બદલે છોકરીઓને પણ સપોર્ટ કરવામાં આવે છે. મોડેલ પ્રત્યેનો સમાજનો દ્રષ્ટિકોણ બદલાય રહ્યો છે.
રિયાકત, કામાક્ષી અને આસોપાલવ જેવી બ્રાન્ડ ઉપરાંત કલોથ અને જલેવરી શૂટ કરનાર જ્હાનવીએ ગુજરાતી મોડેલિંગ દુનિયા વિશે વાત કરતાં કહ્યું કે, ગુજરાતી ફેશન જગતમાં નવા લોકો અને છોકરીઓ માટે ખૂબ સંઘર્ષ છે. નવા લોકોને સતત તેઓને નવા હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. પે આઉટની દ્રષ્ટિએ પણ ન્યુકમરને ખૂબ ઓછું વળતર અપાવવામાં આવે છે. જો કે સતત કોશિષ કરતા રહો તો સફળતા ચોક્કસ મળે છે.
અંતમાં ધ ફૂટેજ વિશે વાત કરતાં જ્હાનવીએ કહ્યું હતું કે, ધ ફૂટેજ મેગેઝિન ફ્રેશર મોડેલ અને આર્ટિસ્ટ માટે એક સારું માધ્યમ બની રહ્યું છે જે ખુબ સરાહનિય વાત છે. જેના કારણે અનેક આર્ટીસ્ટને પોતાના કરિયરમાં એક પુશ મળે છે.