ફિલ્મ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે ફિલ્મ મેકર્સને દર્શકોની નાડ પારખરા આવડવું હોય. દર્શકોના રસરુચિને ધ્યાનમાં રાખીને જે ફિલ્મો બનાવવામાં આવી છે તે સફળતાના શિખરો સર કરતી સાબિત થઈ છે પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. ધીમે ધીમે ફરીથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બેઠી થઈ રહી હોય તેમ લાગે છે અને હવે ફિલ્મ મેકર્સ ગુજરાતીઓની પંસદ જાણી નવા વિષયો અને નવી વાર્તાઓ સાથે ફિલ્મો બનાવતા થયા છે. તાજેતરમાં રિલિઝ થયેલી એક ફિલ્મ એટલે કે ‘કેમ છો લંડન’ બનાવવામાં પણ મેકર્સે શું ધ્યાન રાખ્યું હતું અને ફિલ્મ શા માટે ગુજરાતીઓએ જોવી જોઇએ તેવા અનેક સવાલો જ્યારે ‘ધ ફૂટેજે’ ફિલ્મ મેકર્સને પુછયા ત્યારે તેમણે જણાવેલા અનુભવ અહીં આલેખાયા છે.
‘કેમ છો લંડન’ ફિલ્મનાં ડિરેકટર સન્ની સુરાનીએ ‘ધ ફૂટેજ’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ભૂજના નખત્રાણાના એક નાનકડા ગામમાં મારો જન્મ થયેલો અને ઉછેર મુંબઈમાં થયો છે. ત્યારબાદ ભણવા માટે લંડન શિફ્ટ થયેલો. સ્ટડી પુર્ણ કરીને છેલ્લા પંદર વર્ષથી લંડનમાં રહું છું. લંડનમાં વસતા ગુજરાતીઓ સુધી બોલીવુડની ફિલ્મોનું લાઈનપ્રોડકશન કરું છું આમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે તેઓ 18 વર્ષથી જોડાયેલા છે. મારી માતૃભૂમિ ગુજરાતી હોવાથી ઇતિહાસ રચે એવી ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા ઘણા સમયથી હતી.
Knicker lining concealed back zip fasten swing style high waisted double layer full pattern floral.
કેમ છો લંડન વિશે વાત કરતા સન્નીએ જણાવ્યું હતું કે, ‘તાજેતરમાં રિલિઝ કરેલી ફિલ્મ ‘કેમ છો લંડન’ અમે હિન્દીમાં બનાવવાનાં હતા પરંતુ કોઈ કારણોસર કામ થઈ શક્યું નહીં. આ ફિલ્મના રાઈટ્સ બધા મારી પાસે હતા એટલે ‘કેમ છો લંડન’ અમે હિન્દી કરતા પણ બેસ્ટ ગુજરાતીમાં બનાવવાનો વિચાર કર્યો. ગુજરાતીમાં આ ફિલ્મ બનાવવા માટે અમે બે વર્ષ સ્ક્રિપ્ટ ઉપર મહેનત કરી અને એક વર્ષ કાસ્ટિંગમાં મહેનત કરી 2019માં ઓનફ્લોર ગયા. સામાન્યરીતે બીજી ફિલ્મોમાં બજેટ જોવામાં આવે છે અથવા પેલાને રોલ આપી દો, ફલાણા જાણીતા છે તેનું કામ લઈ લો, લોકેશનમાં ચાલશે, ક્યારેક એવી માનસિકતાથી કામ કરવામાં આવે છે. જ્યારે આ ફિલ્મમાં અમે સ્ક્રિપ્ટની માગ અનુસાર જ બધુ કર્યુ છે કારણ કે હવે દર્શકો સ્માર્ટ થઈ ગયા છે તેને ફિલ્મોમાં માત્ર એક હીરો કે હીરોઈન કે સારી વાર્તા આપી દેવાથી ફિલ્મ હિટ થતી નથી. હવે દર્શકોને ફિલ્મમાં સારા હીરો, હીરોઈન, સારી સ્ટોરી, સારા ડાયલોગ, સારી સિનેમેટોગ્રાફી, સારા લોકેશન, સારું મ્યુઝિક એમ બધુ જ બેસ્ટ જોઈએ છે. આથી અમે એ વાત ઉપર વધુ ધ્યાન આપ્યું છે. અમે બધુ બેસ્ટ આપવાની કોશિષ કરી છે. અમે અમારી ટીમ જ તેના કામમાં બેસ્ટ હોય એવી પંસદ કરી. બંગાળી કેમેરામેન માનસ ગાંગુલી, મ્યુઝિક કમ્પોઝર માનસ શિખર જે છત્તીસગઢથી છે. હિન્દી ફિલ્મના અનુભવી રાઈટર અસીમ અરોરા પાસે ફિલ્મ લખાવી અને ડાયલોગ ઉર્વાંક વોરા પાસે લખાવી તેને બ્રેક આપ્યો. આ મારું પહેલું ડિરેક્શન છે આથી મે અંકિત સુનિલ ત્રિવેદીની કો ડિરેક્ટર તરીકે મદદ લીધી છે. આ રીતે બધાએ ખૂબ મહેનત કરી છે. અમે આ ફિલ્મમાં લંડનને બતાવ્યું છે તો માત્ર તેને એક સ્થળ તરીકે નહીં પરંતુ એક કેરેક્ટરની જેમ રજૂ કર્યું છે. આથી આ ફિલ્મ બનાવવાની સફર જેટલી રોમાંચક છે એટલી જ તેની સફળ થવાની અપેક્ષા પણ છે. તાજેતરનો એક કિસ્સો કહું તો એક શોમાં ફિલ્મના ઈન્ટરવલમાં દર્શકો મારી પાસે આવીને ફિલ્મ ફરીથી જોવાની વાત કરી રહ્યાં હતાં અને ફિલ્મના પાત્રો જ અમારી ઓળખ બની ગયેલ જે અમારા માટે ખુશી અને ગર્વની વાત છે. આ ફિલ્મમાં બીજી એક આકર્ષક બાબત એ છે કે, અમે કચ્છની હરીયાળી દેખાડી છે. અત્યાર સુધી જ્યા લોકો કચ્છના સફેદ રણને જ ઓળખે છે ત્યા અમે લીલુછમ કચ્છ બતાવ્યું છે. આમ કેમ છો લંડન એક ફૂલ પેકેજ છે એમ કહી શકાય. અંતમાં ફિલ્મ ડિરેક્ટર સુન્નીએ ફિલ્મ કેમ છો લંડનને દર્શકો સુધી પહોંચાડવામાં માધ્યમ બનવા માટે વિશેષ આભાર માનીને અનેક લોકોને નવી તક આપતા રહેવા ‘ધ ફૂટેજ’ને શુભેચ્છા પાઠવી હતી.