ખૂશ્બુ જાની ગર્વમેન્ટ ઓફ ગુજરાતમાં સાઈકિયાટ્રીસ્ટ નર્સ તરીકે ફરજ બજાવે છે તેઓ કહે છે કે, બાય પેશન હું એન્કર, એક્ટર, મોડલ અને આર્ટીસ્ટ છું. 2015માં પહેલી વખત મારી પસંદ જાણે મારું સન્માન બન્યું હોય એમ હું મિસિસ ગુજરાત બની અને મારી મોડલ, એક્ટર અને એન્કર તરીકે સફરની શરૂઆત થઈ. હું સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી આવું છું. જ્યાં ગુજરાતી ફિલ્મો જોઈને જ મોટી થઈ એટલે મોડેલિંગ પ્રોફેશન બની શકે એવી કોઈ માહિતી નહીં. કોઈ મિત્ર, સગા-વ્હાલા કે સંબંધી પણ ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા નહોતા એટલે મને ગાઈડ કરનાર કે મારું ગોડફાધર કહી શકાય એવું કોઈ નહોતું. મમ્મી પપ્પાએ કહેલું કે, પહેલા અભ્યાસ પુરો થાય એટલે નોકરી મળે એવું ભણો અને પગભર બનો, પછી જે કરવું હોય એ કરજો. મે નર્સિંગ કર્યું અને સાઈકિયાટ્રીસ્ટ નર્સ બની પણ કેમેરાનું આકર્ષણ, ડ્રેસઅપની સેન્સ અને નમણો નાજુક ચહેરો ને બાંધો હોવાથી મોડલ અને એક્ટર બનવાની મારી સફર શરૂ થયેલી. બોલવાની આવડત અને પ્રભાવક રજૂઆતને કારણે એન્કર બની શકી.
આગળ તેમની સફર વિશે તેઓ કહે છે કે, હું સૌથી પહેલા મિસિસ ગુજરાતની કોમ્પિટિશન જીતી પણ ત્યારબાદ મારી પાસે એટલું કામ નહોતું. ત્યારે જ મને સમજાય ગયું કે કોઈ મિસ ગુજરાત કે મિસ ઈન્ડિયાનો ક્રાઉન જીતવાથી તમને ક્યારેય કામ મળશે નહીં. એવું મને એટલા માટે લાગે છે કે, કોઇપણ ટાઈટલ જીતવા માટે તમે જે મહેનત કરો છો અને એ ટાઈટલ તમારું ઘડતર કરે છે, તમારી આવડતને પોલિસ કરે છે. ટાઈટલ પર્સનાલિટી ડેવલમેન્ટ કરે છે પણ કામ તો આવડત અને સખત મહેનતથી જ મળે છે. ગ્લેમરવર્ડ વિશે અનેક ગેરમાન્યતાઓ પણ છે. અહીં છોકરીઓના શોષણને લઈને ખૂબ ખોટું સાચું કહેવાય છે. જો કે, મારો અનુભવ છે એ પ્રમાણે તમારામાં આવડત અને મેચ્યોરીટી હોય તો આ ઈન્ડસ્ટ્રીમાં લોકોને તમારા કામથી જ મતલબ છે. તમારા મેરીડ હોવા ન હોવાથી નહીં. હું મેરીડ છું, જોબ કરું છું અને એક બાળકની મા છું છતાય મારી પાસે પુષ્કળ કામ છે. ખુશ્બુ એ મિસિસ ગુજરાત, મિસિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલમાં સેકન્ડ રનરઅપ, બેસ્ટ પર્સનાલિટી, બેસ્ટવોકનું ટાઈટલ, ચિત્રલેખા મિસિસ ગુજરાત, ચાર ફિલ્મો અને સાત સોંગ અને નાનામોટા અનેક પ્રોગ્રામનું એન્કરીંગ કર્યુ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા ખૂશ્બુ કહે છે કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ આગળ વધી રહી છે. સમય સાથે સારો બદલાવ થઈ રહ્યો છે. મારે તો કશુ ફેસ કરવાનું આવ્યું નથી પરંતુ અમુક વાર ક્યારેક ગ્રુપીઝમ જોવા મળે છે. બાકી હું સ્ટ્રોંગ અને મેચ્યોર છું એટલે મારે એટલો સંઘર્ષ કરવાનો થયો નથી જેટલો અન્ય છોકરીઓને મહેનત કરતા જોંઉ છું. મારો પરીવાર મારી તાકાત છે અને દરેક ફેમિલીમેમ્બર્સ હંમેશા મારી સાથે રહ્યા છે એટલે મારે કામ કરવાનું વધુ સરળ થયું છે. મે ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ સાથે સ્ટેજ શેર કર્યુ એ મારા માટે સૌથી યાદગાર ક્ષણ છે. હું જીવનમાં છેલ્લી ક્ષણ સુધી નવું શીખતી રહું અને ખૂબ કામ કરતી રહું એ મને વધુ ગમશે. પોતાની અંગત લાઇફમાં હું ડાઉન ટુ અર્થ, હાર્ડવર્કિંગ અને ઓનેસ્ટ છું એ મારી ખુબીઓ છે અને મારામાં થોડી લેઝીનેસ છે, જે મારી ખામી કહી શકાય. ‘ધ ફૂટેજ’ વિશે ખૂશ્બુકહે છે કે, આજે ‘ધ ફૂટેજના માધ્યમથી હું મારી સફળતામાં સાથી બનનાર તમામનો આભાર માનું છું અને ફૂટેજ એક સારું પ્લેટફોર્મ બની રહ્યું છે, ભવિષ્યમાં પણ આર્ટીસ્ટનો અવાજ અને ઓળખ બનતું રહે એવી શુભેચ્છા પાઠવું છું.